(2).સુરહ બકરહ 113,114
PART:-66 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-113,114 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَقَالَتِ الۡيَهُوۡدُ لَـيۡسَتِ النَّصٰرٰى عَلٰى شَىۡءٍ وَّقَالَتِ النَّصٰرٰى لَـيۡسَتِ الۡيَهُوۡدُ عَلٰى شَىۡءٍۙ وَّهُمۡ يَتۡلُوۡنَ الۡكِتٰبَؕ كَذٰلِكَ قَالَ الَّذِيۡنَ لَا يَعۡلَمُوۡنَ مِثۡلَ قَوۡلِهِمۡۚ فَاللّٰهُ يَحۡكُمُ بَيۡنَهُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ فِيۡمَا كَانُوۡا فِيۡهِ يَخۡتَلِفُوۡنَ(113) 113). યહૂદી કહે છે ઈસાઈ સાચા રસ્તા પર નથી અને ઈસાઈ કહે છે કે યહૂદી સાચા રસ્તા પર નથી. જો કે તેઓ તોરાત પઢે છે. એવી જ રીતે એમના જેવી વાત અજ્ઞાનિઓ પણ કહે છે, ' કયામતના દિવસે અલ્લાહ તેમના આ ઝઘડાનો ફેંસલો કરી દેશે. તફસીર(સમજુતી):- કિતાબવાળાઓના મુકાબલામાં અરબના મૂર્તિપૂજકો ભણેલા ગણેલા ન હતા. એટલા માટે તેમને અજ્ઞાનિ કહ્યા, પરંતુ તે પણ મૂર્તિપૂજક હોવા છતા યહૂદી અને ઈસાઈઓની જેમ એવી જૂઠી ઉમ્મીદમાં મશગૂલ હતા કે ત...