(2).સુરહ બકરહ 113,114

PART:-66

(Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-113,114


●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


وَقَالَتِ الۡيَهُوۡدُ لَـيۡسَتِ النَّصٰرٰى عَلٰى شَىۡءٍ وَّقَالَتِ النَّصٰرٰى لَـيۡسَتِ الۡيَهُوۡدُ عَلٰى شَىۡءٍۙ وَّهُمۡ يَتۡلُوۡنَ الۡكِتٰبَؕ كَذٰلِكَ قَالَ الَّذِيۡنَ لَا يَعۡلَمُوۡنَ مِثۡلَ قَوۡلِهِمۡ‌ۚ فَاللّٰهُ يَحۡكُمُ بَيۡنَهُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ فِيۡمَا كَانُوۡا فِيۡهِ يَخۡتَلِفُوۡنَ(113)


113). યહૂદી કહે છે ઈસાઈ સાચા રસ્તા પર નથી અને ઈસાઈ કહે છે કે યહૂદી સાચા રસ્તા પર નથી. જો કે તેઓ તોરાત પઢે છે. એવી જ રીતે એમના જેવી વાત અજ્ઞાનિઓ પણ કહે છે, ' કયામતના દિવસે અલ્લાહ તેમના આ ઝઘડાનો ફેંસલો કરી દેશે.


તફસીર(સમજુતી):-


કિતાબવાળાઓના મુકાબલામાં અરબના મૂર્તિપૂજકો ભણેલા ગણેલા ન હતા. એટલા માટે તેમને અજ્ઞાનિ કહ્યા,


પરંતુ તે પણ મૂર્તિપૂજક હોવા છતા યહૂદી અને ઈસાઈઓની જેમ એવી જૂઠી ઉમ્મીદમાં મશગૂલ હતા કે તેઓ સચ્ચાઈ પર છે. એટલા માટે નબી (ﷺ)ને અધર્મી કહેતા હતા.

__________________________


وَمَنۡ اَظۡلَمُ مِمَّنۡ مَّنَعَ مَسٰجِدَ اللّٰهِ اَنۡ يُّذۡكَرَ فِيۡهَا اسۡمُهٗ وَسَعٰـى فِىۡ خَرَابِهَا ‌ؕ اُولٰٓئِكَ مَا كَانَ لَهُمۡ اَنۡ يَّدۡخُلُوۡهَآ اِلَّا خَآئِفِيۡنَ ؕ لَهُمۡ فِى الدُّنۡيَا خِزۡىٌ وَّلَهُمۡ فِى الۡاٰخِرَةِ عَذَابٌ عَظِيۡمٌ (114)


114).અને એનાથી મોટો જાલિમ કોણ છે જે અલ્લાહ(તઆલા)ની મસ્જિદોમાં અલ્લાહનો ઝિક્ર

(સ્મરણ) કરવાથી રોકે, અને તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરે? આવા લોકોએ ડરતા-ડરતા તેમાં દાખલ થવું જોઈએ, તેમના માટે દુનિયામાં પણ અપમાન અને

આખિરતમાં પણ મોટી સજાઓ છે.


તફસીર(સમજુતી):-


મકકા ના મુશરિકોએ નબી( ﷺ) અને તેમના સહાબાઓને મક્કા છોડવાની ફરજ પાડી અને આમ મુસ્લિમોને કાબામાં ઈબાદત કરતા અટકાવતા. પછી (સુલહ હુદેબિયા)સમાધાનની પૂર્વસંધ્યાએ, તેમણે તે જ ભૂમિકાને પુનરાવર્તિત કરી અને કહ્યું કે અમે અમારા પૂર્વજોના હત્યારાઓને મક્કામાં પ્રવેશ નહીં કરાવીએ


તબાહી ફક્ત તે નથી કે તેને ધ્વસ્ત કરી દેવામાં આવે તથા ઈમારતને નુકશાન પહોંચાડવામાં આવે, પરંતુ તેમાં અલ્લાહની ઈબાદત અને ઝિક્ર કરવાથી રોકવું, ધાર્મિક નિયમોની સ્થાપના અને શિર્કના પ્રદર્શનથી પાક કરવાથી મના કરવુ પણ જુલ્મ અને અલ્લાહના ઘરોને બરબાદ કરવું છે.

__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92