સુરહ આલે ઈમરાન 90,91
PART:-195 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-90,91 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا بَعۡدَ اِيۡمَانِهِمۡ ثُمَّ ازۡدَادُوۡا كُفۡرًا لَّنۡ تُقۡبَلَ تَوۡبَتُهُمۡۚ وَاُولٰٓئِكَ هُمُ الضَّآ لُّوۡنَ(90) 90).બેશક જે લોકો પોતાના ઈમાન પછી કુફ્ર કરે પછી કુફ્રમાં વધી જાય તેમની તૌબા કદી પણ કબૂલ કરવામાં નહિં આવે અને આવા લોકો ગુમરાહ છે. તફસીર(સમજુતી):- આ આયતમાં તેમની સજાનું વર્ણન થઈ રહ્યું છે, પરંતુ જે મુર્તદ થયાના પછી પણ માફી ન માંગે અને ઈન્કારની હાલતમાં મરી જાય. આનાથી મતલબ તે માફી છે જે મોતના સમયે માંગવામાં આવે, પરંતુ માફીનો દરવાજો દરેક માણસ માટે દરેક સમયે ખુલ્લો જ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَمَاتُوۡا وَهُمۡ كُفَّارٌ فَلَنۡ يُّقۡبَلَ مِنۡ اَحَدِهِمۡ مِّلۡءُ الۡاَرۡضِ ذَهَب...