સુરહ આલે ઈમરાન 90,91

PART:-195
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-90,91
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا بَعۡدَ اِيۡمَانِهِمۡ ثُمَّ ازۡدَادُوۡا كُفۡرًا لَّنۡ تُقۡبَلَ تَوۡبَتُهُمۡ‌ۚ وَاُولٰٓئِكَ هُمُ الضَّآ لُّوۡنَ(90)

90).બેશક જે લોકો પોતાના ઈમાન પછી કુફ્ર કરે પછી કુફ્રમાં વધી જાય તેમની તૌબા કદી પણ કબૂલ કરવામાં નહિં આવે અને આવા લોકો ગુમરાહ છે.

તફસીર(સમજુતી):-

આ આયતમાં તેમની સજાનું વર્ણન થઈ રહ્યું છે, પરંતુ જે મુર્તદ થયાના પછી પણ માફી ન માંગે અને ઈન્કારની હાલતમાં મરી જાય.

આનાથી મતલબ તે માફી છે જે મોતના સમયે માંગવામાં આવે, પરંતુ માફીનો દરવાજો દરેક માણસ માટે દરેક સમયે ખુલ્લો જ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَمَاتُوۡا وَهُمۡ كُفَّارٌ فَلَنۡ يُّقۡبَلَ مِنۡ اَحَدِهِمۡ مِّلۡءُ الۡاَرۡضِ ذَهَبًا وَّلَوِ افۡتَدٰى بِهٖ ؕ اُولٰٓئِكَ لَـهُمۡ عَذَابٌ اَلِـيۡمٌۙ وَّمَا لَـهُمۡ مِّــنۡ نّٰصِــرِيۡنَ(91)

91).બેશક જે લોકો કાફિર હોય અને મરતાં સમય સુધી કાફિર રહે, તેમનામાંથી જો કોઈ જમીનભર સોનું આપે,ભલેને ફિદિયામાં હોય તો પણ ક્યારેય કબૂલ કરવામાં
આવશે નહિં, આવા લોકો માટે સખત અઝાબ છે અને તેમનો કોઈ મદદગાર નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92