(2).સુરહ બકરહ:- 59,60

PART:-35 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-59,60 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ فَبَدَّلَ الَّذِیۡنَ ظَلَمُوۡا قَوۡلًا غَیۡرَ الَّذِیۡ قِیۡلَ لَہُمۡ فَاَنۡزَلۡنَا عَلَی الَّذِیۡنَ ظَلَمُوۡا رِجۡزًا مِّنَ السَّمَآءِ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ ﴿٪۵۹﴾ 59).પરંતુ જે વાત તેમને કહેવામાં આવી હતી, જાલિમોએ તેને બદલી નાખીને કંઈ બીજી બનાવી દીધી. છેવટે અમે જાલિમો ઉપર આકાશમાંથી યાતના ઉતારી. આ સજા હતી તે અવજ્ઞાકારીઓની, જે તેઓ કરી રહ્યા હતા. (રુકૂઅ-૬) તફસીર(સમજુતી):- આની સમજણ હદીસમાં છે જે સહિહ અલ-બુખારી અને મુસ્લિમ વગેરેમાં છે. નબી (સ.અ.વ.) એ કહ્યું કે તેમને સજદો કરીને પ્રવેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ તેઓ તેમના માથાને ઉચા કરીને પ્રવેશ્યા અને અનુશાસન કરવાને બદલે, તેઓ એ હુકમે ઈલાહી ના આદેશ ને બદલે વિદ્રોહ કર્યો અને સરકશી તેમનામાં પૈદા થઈ ગઈ હકીકત એ છે કે જ્યારે કોઈ કૌમ નુ પતન થવાનું હોય તો ત...