(2).સુરહ બકરહ:- 57,58

PART:-34
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-57,58

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ ظَلَّلۡنَا عَلَیۡکُمُ الۡغَمَامَ وَ اَنۡزَلۡنَا عَلَیۡکُمُ الۡمَنَّ وَ السَّلۡوٰی ؕ کُلُوۡا مِنۡ طَیِّبٰتِ مَا رَزَقۡنٰکُمۡ ؕ وَ مَا ظَلَمُوۡنَا وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۵۷﴾

57).અમે તમારા ઉપર વાદળનો છાંયડો કર્યો, 'મન્ન અને સલવા'નો ખોરાક તમને પૂરો પાડ્યો અને તમને કહ્યું કે જે શુદ્ધ અને સ્વચ્છ વસ્તુઓ અમે તમને પ્રદાન કરી છે તે ખાઓ, પરંતુ (તમારા પૂર્વજોએ) જે કંઈ કર્યું, તે અમારા પર તેમનો જુલ્મ ન હતો, બલ્કે તેમણે પોતે જ પોતાના પર જુલ્મ કર્યો.

તફસીર(સમજુતી):-

ઘણાં વિવેચકો માટે, આ ઇજિપ્ત અને સીરિયા વચ્ચેનું મેદાન છે.  જ્યારે તેઓએ એક વસ્તીમાં પ્રવેશવાનો અલ્લાહ ના હુકમનો ઇનકાર કર્યો, અને સજાના રૂપમાં બનીઇસરાઈલ ને 40 વર્ષ સુધી મેદાનમાં રેહવું પડયું.

 કેટલાકના નજીક આ વિચાર યોગ્ય નથી.  સિનાઇ રણમાં ઉતર્યા પછી તેમને સૌ પ્રથમ પાણી અને ખોરાકની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તે સમય ની આ ધટના છે.
➖➖➖➖➖➖➖➖➖
وَ اِذۡ قُلۡنَا ادۡخُلُوۡا ہٰذِہِ الۡقَرۡیَۃَ فَکُلُوۡا مِنۡہَا حَیۡثُ شِئۡتُمۡ رَغَدًا وَّ ادۡخُلُوا الۡبَابَ سُجَّدًا وَّ قُوۡلُوۡا حِطَّۃٌ نَّغۡفِرۡ لَکُمۡ خَطٰیٰکُمۡ ؕ وَ سَنَزِیۡدُ الۡمُحۡسِنِیۡنَ ﴿۵۸﴾

58).પછી યાદ કરો જ્યારે અમે કહ્યું હતું, ''આ વસ્તી જે તમારા સામે છે, તેમાં દાખલ થઈ જાઓ, તેની પેદાશ જે રીતે ઇચ્છો મજાથી ખાઓ, પરંતુ વસ્તીના દરવાજામાં નતમસ્તક થઈને દાખલ થજો અને 'હિત્તતુન, હિત્તતુન' કહેતા જજો, અમે તમારા કસૂર માફ કરીશું અને સદાચારીઓને વધુ કૃપા અને મહેરબાનીથી નવાજીશું.''

તફસીર(સમજુતી):-

આ વસ્તી થી મુરાદ મોટાભાગે વિવેચકોની બયતુલ મકદ્દિસ (જેરૂસલેમ)ને સંદર્ભ આપે છે.
 
કેટલાક સજ્જનોએ સજદા માટેનો અર્થ પ્રણામ કરવાનો લીધો છે અને કેટલાકે સજદાનો અર્થ આભાર માનવો.( حِطَّةٌ)આનો અર્થ એ કે અમારા પાપોને માફ કરી દો.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92