સુરહ અલ્ અન્-આમ 161,162,163
PART:-454 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ ઈસ્લામ નું એલાન મુહંમદ(ﷺ) ની જુબાન થી ======================= પારા નંબર:- 08 (6)સુરહ અલ્ અન્-આમ આયત નં.:- 161,162,163 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اِنَّنِىۡ هَدٰٮنِىۡ رَبِّىۡۤ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍۚ دِيۡنًا قِيَمًا مِّلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا ۚ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(161) (161). તમે કહી દો કે, “મને મારા રબે એક સાચો માર્ગ દેખાડી દીધો છે કે તે એક તદ્દન સાચો ધર્મ છે જે તરીકો(પધ્ધતિ) છે ઈબ્રાહીમનો, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તે મુશરિકોમાંથી ન હતા.'' તફસીર(સમજુતી):- અહીં અલ્લાહ તઆલાએ મુહંમદ(ﷺ)...