સુરહ અલ્ અન્-આમ 158,159,160

 PART:-453


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

       (૧). હવે શાની રાહ જોઈ છો!


     (૨). એક નેકીનો બદલો દસ ગણો

         

=======================        

     

        પારા નંબર:- 08

        (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:- 158,159,160


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ تَاۡتِيَهُمُ الۡمَلٰۤئِكَةُ اَوۡ يَاۡتِىَ رَبُّكَ اَوۡ يَاۡتِىَ بَعۡضُ اٰيٰتِ رَبِّكَ ؕ يَوۡمَ يَاۡتِىۡ بَعۡضُ اٰيٰتِ رَبِّكَ لَا يَنۡفَعُ نَفۡسًا اِيۡمَانُهَا لَمۡ تَكُنۡ اٰمَنَتۡ مِنۡ قَبۡلُ اَوۡ كَسَبَتۡ فِىۡۤ اِيۡمَانِهَا خَيۡرًا‌ ؕ قُلِ انْتَظِرُوۡۤا اِنَّا مُنۡتَظِرُوۡنَ(158)


(158). શું તેઓ ફરિશ્તાઓના આવવાની રાહ જોઈ રહ્યા છે અથવા પોતાના રબના આવવાની અથવા તમારા રબની કેટલીક નિશાનીઓ આવવાની ? જે દિવસે તમારા રબ તરફથી નિશાનીઓ આવી જશે તો કોઈ વ્યક્તિને તેનું ઈમાન કામ નહી આવે જેણે તેનાથી પહેલા ઈમાન કબૂલ કર્યું ન હોય અથવા પોતાના ઈમાનમાં નેક કામ કર્યું ન હોય, તમે કહી દો તમે પણ રાહ જુઓ અને અમે (પણ) રાહ જોઈએ છીએ.”


તફસીર(સમજુતી):-


હઝરત મુહમ્મદ (ﷺ) ની રિસાલતથી હુજ્જત કાયમ થઈ ગઈ છે.હવે પણ તેઓ ગુમરાહીને છોડશે નહીં તો શું તેઓ ફરિશ્તાઓની રાહ જોવે છે કે આવીને રુહ ને કબજે કરી લે કે પછી પોતાનો રબ હાજીર થઈ જાય એટલે કે કયામત આવી જાય અને અલ્લાહની સામે તેમને હાજર કરવામાં આવે ત્યારે ઈમાન લાવશે ? કે પછી કોઈ મોટી નિશાની જેવી કે કયામતના નજીક સુરજ ઉલટી દિશામાં ઉગશે જો તેઓ આવી રાહ જોઈ રહ્યા હોય તો ખૂબજ મોટી નાદાની કરી રહ્યા છે કારણકે ત્યારે કોઈનું ઈમાન કામમાં નહીં આવે.


આ ઈમાન ન લાવવાવાળા અને તૌબા ન કરવાવાળાઓને ચેતવણી છે, અને બાખબર કરવામાં આવી રહ્યા છે, કુરઆન કરીમમાં આના બારામાં સૂર: મોહંમદ-18, સૂરઃ મોમિન-84 અને 85 માં વર્ણન કરેલ છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اِنَّ الَّذِيۡنَ فَرَّقُوۡا دِيۡنَهُمۡ وَكَانُوۡا شِيَـعًا لَّسۡتَ مِنۡهُمۡ فِىۡ شَىۡءٍ‌ ؕ اِنَّمَاۤ اَمۡرُهُمۡ اِلَى اللّٰهِ ثُمَّ يُنَـبِّـئُـهُمۡ بِمَا كَانُوۡا يَفۡعَلُوۡنَ(159)


(159). બેશક જેમણે પોતાના ધર્મના ટુકડે-ટુકડા કરી નાખ્યા અને અનેક ધાર્મિક સંપ્રદાય (ફિરકા) બની ગયા,' તમારો તેમના સાથે કોઈ સંબંધ નથી, તેમનો ફેસલો અલ્લાહ પાસે છે પછી તે જ તેમને બતાવશે જે તેઓ કરતા રહ્યા છે.


તફસીર(સમજુતી):-


આનાથી કેટલાક લોકોનો આશય યહૂદી અને ઈસાઈ છે જે ઘણા જૂથોમાં વહેંચાયેલા હતા, કેટલાકનો આશય મૂર્તિપૂજકો છે. જેમાં કેટલાક ફરિશ્તાઓની, કેટલાક તારાઓની તો કેટલાક મૂર્તિઓની પૂજા કરતા હતા પરંતુ આ વિષય સામાન્ય છે જેમાં કાફિરો અને મૂર્તિપૂજકો સાથે તે બધા લોકો પણ સામેલ છે જેઓ અલ્લાહના ધર્મ અને રસૂલ (ﷺ) ના રસ્તાને છોડી બીજો ધર્મ અપનાવી બીજા રસ્તાઓ અપનાવી મતભેદ અને કુસંપનો રસ્તો અપનાવે છે. (ફતહુલ કદીર)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


مَنۡ جَآءَ بِالۡحَسَنَةِ فَلَهٗ عَشۡرُ اَمۡثَالِهَا‌ ۚ وَمَنۡ جَآءَ بِالسَّيِّئَةِ فَلَا يُجۡزٰٓى اِلَّا مِثۡلَهَا وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ‏(160)


(160). જે વ્યક્તિ સારૂ કામ કરશે તેને તેનાથી દસ ગણુ મળશે, અને જે ખરાબ કામ કરશે તેને તેના બરાબર સજા મળશે અને તે લોકો ઉપર જુલમ નહિ થાય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92