સુરહ અલ્ અન્-આમ 161,162,163

 PART:-454


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

 ઈસ્લામ નું એલાન મુહંમદ(ﷺ) ની જુબાન થી

         

=======================        

     

        પારા નંબર:- 08

        (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:- 161,162,163


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ اِنَّنِىۡ هَدٰٮنِىۡ رَبِّىۡۤ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍۚ دِيۡنًا قِيَمًا مِّلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا‌ ۚ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(161)


(161). તમે કહી દો કે, “મને મારા રબે એક સાચો માર્ગ દેખાડી દીધો છે કે તે એક તદ્દન સાચો ધર્મ છે જે તરીકો(પધ્ધતિ) છે ઈબ્રાહીમનો, જે અલ્લાહ તરફ એકાગ્ર હતા અને તે મુશરિકોમાંથી ન હતા.''


તફસીર(સમજુતી):-


અહીં અલ્લાહ તઆલાએ મુહંમદ(ﷺ) ની મુબારક જુબાન થી એલાન કરાવી દીધું કે ઈસ્લામ જ સાચો ધર્મ છે અને સીધો રસ્તો છે 


અને ઈબ્રાહીમ નું ઝિક્ર એટલા માટે કરાય છે કે મક્કાના મુશરિકો, યહુદીઓ અને ઈસાઈઓ ત્રણેય નો દાવો હતો કે અમે ઈબ્રાહીમ અલયહ સલામ ના ધર્મ પર છે, જે દાવો જુઠ્ઠો છે, અને તેમના દાવાના જવાબ માં કેહવામા આવે છે કે ઈબ્રાહીમ અલયહ સલામ ઈસ્લામ ધર્મ પર મજબૂત રીતે જામેલા હતાં અને તૌહીદવાદી (એક અલ્લાહ ની ઈબાદત કરનાર) હતા.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ اِنَّ صَلَاتِىۡ وَنُسُكِىۡ وَ مَحۡيَاىَ وَمَمَاتِىۡ لِلّٰهِ رَبِّ الۡعٰلَمِيۡنَۙ(162)


(162). તમે કહી દો કે બેશક મારી નમાઝ અને મારી તમામ ઈબાદતો અને મારું જીવવું અને મરવું બધું જ સમગ્ર સૃષ્ટિના રબ માટે છે.


તફસીર(સમજુતી):-


આ જ તૌહીદ નો ખાલિસ નમૂનો છે જે ઈબ્રાહીમ અલયહ સલામ નો અમલ હતો


તરીકો એ છે કે તમામ ઈબાદતો એ બદની હોય કે માલી ઈબાદતો હોય બધું જ અલ્લાહ માટે છે. અને જીવવાનો મકસદ એ કે શિર્કને ખતમ કરવાનો અને અલ્લાહના કલમાને બુલંદ કરવાનો અને મારી મૌત પણ આ રાહ પર જ થાય. (તયસિર-ઉલ-કુર્આન)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

لَا شَرِيۡكَ لَهٗ‌ۚ وَبِذٰلِكَ اُمِرۡتُ وَاَنَا اَوَّلُ الۡمُسۡلِمِيۡنَ(163)


(163). જેનો કોઈ ભાગીદાર નથી, મને તેનો હુકમ આપવામાં આવ્યો છે અને હું સૌ પ્રથમ મુસલમાન છું.


તફસીર(સમજુતી):-


દરેક નબી પર ફર્ઝ છે કે સૌથી પહેલા પોતાની નબૂવત પર પોતે ઈમાન લાવે અને વહી નું પાલન કરે એટલા માટે રસુલુલ્લાહ(ﷺ) પોતાની ઉમ્મત માં સૌ પ્રથમ મુસલમાન છે. (તયસિર-ઉલ-કુર્આન)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92