સુરહ અલ્ અન્-આમ 154,155,156,157

 PART:-452


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

કુરઆન મુબારક કિતાબ છે, જે રબ તરફથી સ્પષ્ટ દલીલ અને હિદાયત અને કૃપા છે

         

=======================        

     

        પારા નંબર:- 08

        (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:- 154,155,156,157


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ثُمَّ اٰتَيۡنَا مُوۡسَى الۡـكِتٰبَ تَمَامًا عَلَى الَّذِىۡۤ اَحۡسَنَ وَتَفۡصِيۡلاً لِّـكُلِّ شَىۡءٍ وَّهُدًى وَرَحۡمَةً لَّعَلَّهُمۡ بِلِقَآءِ رَبِّهِمۡ يُؤۡمِنُوۡنَ(154)


(154). પછી અમે (રસૂલ) મૂસાને કિતાબ આપી, જે તેના પર નેઅમત પૂરી કરવા માટે જેણે નેક કામ કર્યા અને દરેક વસ્તુની વિગત અને હિદાયત અને કૃપાના માટે,' જેથી તેઓ પોતાના રબની મુલાકાત પર યકીન કરે.


તફસીર(સમજુતી):-


આ પવિત્ર કુરઆનનો પોતાનો અંદાજ છે જેને ઘણી જગ્યાઓ પર વારંવાર રજૂ કરવામાં આવ્યો છે. જયાં પવિત્ર કુરઆનની ચર્ચા કરવામાં આવી છે ત્યાં તૌરાતની અને જ્યાં તૌરાતની ચર્ચા કરવામાં આવી છે ત્યાં પવિત્ર કુરઆનની ચર્ચા કરી દેવામાં આવી છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَهٰذَا كِتٰبٌ اَنۡزَلۡنٰهُ مُبٰرَكٌ فَاتَّبِعُوۡهُ وَاتَّقُوۡا لَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَۙ(155)


(155). અને આ (પવિત્ર કુરઆન) એક મુબારક કિતાબ છે જેને અમે ઉતારી, એટલા માટે તમે તેનું પાલન કરો, જેથી તમારા ઉપર દયા કરવામાં આવે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اَنۡ تَقُوۡلُـوۡۤا اِنَّمَاۤ اُنۡزِلَ الۡـكِتٰبُ عَلٰى طَآئِفَتَيۡنِ مِنۡ قَبۡلِنَا ۖ وَاِنۡ كُنَّا عَنۡ دِرَاسَتِهِمۡ لَغٰفِلِيۡنَۙ(156)


(156). જેથી એમ ન કહો કે અમારાથી પહેલા બે કોમો (સમુદાય) પર કિતાબ (તૌરાત અને ઈન્જીલ) ઉતારવામાં આવી અને અમે તેની તાલીમથી અજાણ રહ્યા.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اَوۡ تَقُوۡلُوۡا لَوۡ اَنَّاۤ اُنۡزِلَ عَلَيۡنَا الۡـكِتٰبُ لَـكُنَّاۤ اَهۡدٰى مِنۡهُمۡ‌ ۚ فَقَدۡ جَآءَكُمۡ بَيِّنَةٌ مِّنۡ رَّبِّكُمۡ وَهُدًى وَرَحۡمَةٌ‌  ۚ فَمَنۡ اَظۡلَمُ مِمَّنۡ كَذَّبَ بِاٰيٰتِ اللّٰهِ وَصَدَفَ عَنۡهَا‌ ؕ سَنَجۡزِى الَّذِيۡنَ يَصۡدِفُوۡنَ عَنۡ اٰيٰتِنَا سُوۡٓءَ الۡعَذَابِ بِمَا كَانُوۡا يَصۡدِفُوۡنَ(157)


(157). અથવા તમે એમ ન કહો કે જો અમારા ઉપર કિતાબ ઉતરતી તો અમે તેમનાથી વધારે સાચા રસ્તા પર હોત, તો તમારા પાસે તમારા રબ તરફથી સ્પષ્ટ દલીલ અને હિદાયત અને કૃપા આવી ચૂકી છે, પછી તેનાથી વધારે ગુનેહગાર કોણ હશે જે અલ્લાહની આયતોને ખોટી ઠેરવે અને તેનાથી ફરી જાય, અમે સખત સજા અમારી આયતોથી ફરવાને કારણે એમને આપીશું જેઓ વિમુખ થઈ રહ્યા છે.


તફસીર(સમજુતી):-


કુરઆનને અરબી ભાષામાં ઉતારીને હુજ્જત લાગું કરી દેવામાં આવી છે જેથી હવે કોઈને આવું કેહવાનો કે "અમારા ઉપર કિતાબ ઉતરતી તો અમે તેમનાથી વધારે સાચા રસ્તા પર હોત" મૌકો ના રહે, હવે આ સ્પષ્ટ દલીલ(કુરઆન) થી વિમુખ થનારા માટે સજા નક્કી કરી દેવામાં આવી છે.


સ્પષ્ટ દલીલ એટલે કુરઆન મજીદ છે જે ફક્ત અરબો માટે જ નહીં સમગ્ર લોકો માટે છે જેને પઢીને અને તેનો અભ્યાસ કરીને હિદાયત (સત્ય માર્ગ) પર ચાલે અને અલ્લાહની કૃપા મેળવે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92