સુરહ અલ્ અઅ્-રાફ 59,60,61,62
PART:-481 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ નૂહ(અ.સ.) ની તબ્લીગ પોતાની કોમને ┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 59,60,61,62 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= لَقَدۡ اَرۡسَلۡنَا نُوۡحًا اِلٰى قَوۡمِهٖ فَقَالَ يٰقَوۡمِ اعۡبُدُوا اللّٰهَ مَا لَـكُمۡ مِّنۡ اِلٰهٍ غَيۡرُهٗ ؕ اِنِّىۡۤ اَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ عَظِيۡمٍ(59) (59). અમે નૂહ(અ.સ.)ને તેમની કોમ તરફ મોકલ્યા તો તેમણે કહ્યું, “હે મારી કોમ! અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ મા'બૂદ નથી, બેશક હું તમારા માટે એક ભયાનક દિવસના અઝાબથી ડરું છું." તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ સૂર: ની શરૂઆત માં આદમ(અ.સ.) નો કિસ્સો બયાન કરવામાં ...