સુરહ અલ્ અઅ્-રાફ 57,58

 PART:-480

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


રહેમતની હવાઓ,વરસાદ પડવું અને ફળો ની ઉપજ આ બધું અલ્લાહની નિશાનીઓ છે


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 57,58 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَهُوَ الَّذِىۡ يُرۡسِلُ الرِّيٰحَ بُشۡرًۢا بَيۡنَ يَدَىۡ رَحۡمَتِهٖ ‌ؕ حَتّٰۤى اِذَاۤ اَقَلَّتۡ سَحَابًا ثِقَالًا سُقۡنٰهُ لِبَلَدٍ مَّيِّتٍ فَاَنۡزَلۡنَا بِهِ الۡمَآءَ فَاَخۡرَجۡنَا بِهٖ مِنۡ كُلِّ الثَّمَرٰتِ‌ؕ كَذٰلِكَ نُخۡرِجُ الۡمَوۡتٰى لَعَلَّكُمۡ تَذَكَّرُوۡنَ‏(57)


(57). અને તે જ અલ્લાહ છે જે પોતાની કૃપાથી આગળ ખુશખબર માટે હવાઓને મોકલે છે, ત્યાં સુધી કે જયારે તે ભારે વાદળો ઉઠાવીને લાવે છે તો અમે તેને કોઈ સુકી ધરતી તરફ હાંકી દઈએ છીએ, પછી તેનાથી પાણીનો વરસાદ કરીએ છીએ પછી તેનાથી જાતજાતના ફળો નીકાળીએ છીએ. અમે આવી રીતે મડદાઓને કાઢીશું. જેથી તમે બોધ ગ્રહણ કરો.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


જેવી રીતે વરસાદ મોકલીને નિર્જીવ જમીનને સજીવ કરી દઈએ છીએ અને તે ઘણા પ્રકારના અનાજ અને ફળો પેદા કરે છે એવી રીતે કયામતના દિવસે બધા મનુષ્યો જેઓ માટીમાં મળીને માટી થઈ ગયા હશે અમે બીજીવાર જીવતા કરીશું અને પછી તેમનો ફેંસલો કરીશું.

=======================


وَالۡبَلَدُ الطَّيِّبُ يَخۡرُجُ نَبَاتُهٗ بِاِذۡنِ رَبِّهٖ ‌ۚ وَالَّذِىۡ خَبُثَ لَا يَخۡرُجُ اِلَّا نَكِدًا ‌ؕ كَذٰلِكَ نُصَرِّفُ الۡاٰيٰتِ لِقَوۡمٍ يَّشۡكُرُوۡنَ(58)


(58). અને સારી ધરતી પોતાના રબના હુકમથી પોતાના છોડવા ઉપજાવે છે અને ખરાબ (ધરતી) ઘણો ઓછો ઉપજ લાવે છે. આ રીતે અમે નિશાનીઓને ઘણી રીતે રજૂ કરીએ છીએ, તે લોકો માટે જેઓ આભાર માને છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92