Posts

Showing posts from July 23, 2020

સુરહ અન્-નિસા 86,87

PART:-291                પારા નંબર:- 05       (4)સુરહ અન્-નિસા          આયત નં.:-86,87                      ☘☘☘☘☘☘☘☘☘☘☘                            આજની આયાતના વિષય     ~~~~~~~~~~~~~~     સલામ અને તેની ફઝીલત      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا حُيِّيۡتُمۡ بِتَحِيَّةٍ فَحَيُّوۡا بِاَحۡسَنَ مِنۡهَاۤ اَوۡ رُدُّوۡهَا‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلٰى كُلِّ شَىۡءٍ حَسِيۡبًا(86) 86).અને જયારે તમને સલામ કરવામાં આવે તો તેનાથી સારો જવાબ આપો, અથવા તે જ શબ્દોને પાછા ફેરવી દો, બેશક અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો હિસાબ લેનાર છે. તફસીર (સમજુતી):- તેનાથી સારો જવાબ એટલે કે *અસ્સલામુ અલયકુમ* સાથે બીજો અલ્ફાઝ *વર્_રહમતુલ્લાહ* અને ત્રીજો અલ્ફાઝ *વબ_ર્_કઅતુહુ* અને સલામ ના જવાબમાં એક અલ્ફાઝ કહેવાથી દસ નેકી બીજા અલ્ફાઝ પર દસ નેકી અને ત્રીજા અલ્ફાઝ પર‌ દસ નેકી મળે છે આમ ત્રીસ નેકીઓ મળે છે (મુસ્નદ અહમદ જીલ્દ-૪ સફા નં. ૪૩૯,૪૪૦) અને આ અમલ ફક્ત  મુસલમાનો માટે જ ખાસ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘