Posts

Showing posts from April 22, 2020

સુરહ આલે ઈમરાન 105,106

PART:-202          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-105,106                        ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَكُوۡنُوۡا كَالَّذِيۡنَ تَفَرَّقُوۡا وَاخۡتَلَفُوۡا مِنۡۢ بَعۡدِ مَا جَآءَهُمُ الۡبَيِّنٰتُ‌ؕ وَاُولٰٓئِكَ لَهُمۡ عَذَابٌ عَظِيۡمٌۙ(105) 105).અને તમે તે લોકોના જેવા ન થઈ જતા જેઓ પોતાના પાસે સ્પષ્ટ દલીલ આવી જવા છતાં પણ મતભેદમાં પડી ગયા, તેમના માટે સખત અઝાબ છે. તફસીર(સમજુતી):- (તે લોકોના જેવા) એટલે અહીં યહૂદીઓ છે જેમની પાસે સ્પષ્ટ દલીલ હોવા છતાં ય જૂથોમાં વહેચાયેલા હતાં,અને તેઓ એકબીજાને કાફિર કહેતાં. હદીષમાં છે કે યહુદીઓ 71 જૂથોમાં ઈસાઈઓ 72 જૂથોમાં અને નબી(ﷺ)કહ્યું કે મારી ઉમ્મત 73 જૂથોમાં વહેચાઈ જશે, જેમાંથી એક જૂથ સિવાય બધા જહન્નમી હશે. સહાબા (રજી.) એ પુછ્યું કે એ કોણ હશે જે નજાત પામવાવાળુ હશે? તો આપ(ﷺ)એ ફરમાવ્યું કે એ જૂથ તે હશે જે મારા અને મારા સહાબાઓના રસ્તા પર હશે. (તિરમીઝી-કિતાબુલ ઈમાન) આ હદીષથી માલુમ થાય છે