સુરહ આલે ઈમરાન 105,106


PART:-202
         (Quran-Section)
      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-105,106
                      
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تَكُوۡنُوۡا كَالَّذِيۡنَ تَفَرَّقُوۡا وَاخۡتَلَفُوۡا مِنۡۢ بَعۡدِ مَا جَآءَهُمُ الۡبَيِّنٰتُ‌ؕ وَاُولٰٓئِكَ لَهُمۡ عَذَابٌ عَظِيۡمٌۙ(105)

105).અને તમે તે લોકોના જેવા ન થઈ જતા જેઓ પોતાના પાસે સ્પષ્ટ દલીલ આવી જવા છતાં પણ મતભેદમાં પડી ગયા, તેમના માટે સખત અઝાબ છે.

તફસીર(સમજુતી):-

(તે લોકોના જેવા) એટલે અહીં યહૂદીઓ છે જેમની પાસે સ્પષ્ટ દલીલ હોવા છતાં ય જૂથોમાં વહેચાયેલા હતાં,અને તેઓ એકબીજાને કાફિર કહેતાં.
હદીષમાં છે કે યહુદીઓ 71 જૂથોમાં ઈસાઈઓ 72 જૂથોમાં અને નબી(ﷺ)કહ્યું કે મારી ઉમ્મત 73 જૂથોમાં વહેચાઈ જશે, જેમાંથી એક જૂથ સિવાય બધા જહન્નમી હશે. સહાબા (રજી.) એ પુછ્યું કે એ કોણ હશે જે નજાત પામવાવાળુ હશે? તો આપ(ﷺ)એ ફરમાવ્યું કે એ જૂથ તે હશે જે મારા અને મારા સહાબાઓના રસ્તા પર હશે.
(તિરમીઝી-કિતાબુલ ઈમાન)

આ હદીષથી માલુમ થાય છે કે જે લોકો કહે છે કે બધા જૂથ સાચા છે તેઓ જુઠ્ઠા છે માટે મુસલમાનોને જરૂરી છે કે પોતાના અકીદહ અને અમલની તહકીક કરી લેવું કે તેઓ નબી(ﷺ )અને તેમના સહાબાઓના રસ્તા પર છે કે નહીં(તફસીર-તયસીર-ઉલ-કુર્આન)
☘☘☘☘☘☘☘☘☘☘☘

يَّوۡمَ تَبۡيَضُّ وُجُوۡهٌ وَّتَسۡوَدُّ وُجُوۡهٌ  ؕ فَاَمَّا الَّذِيۡنَ اسۡوَدَّتۡ وُجُوۡهُهُمۡ اَكَفَرۡتُمۡ بَعۡدَ اِيۡمَانِكُمۡ فَذُوۡقُوا الۡعَذَابَ بِمَا كُنۡتُمۡ تَكۡفُرُوۡنَ(106)

106).જે દિવસે કેટલાક ચહેરા સફેદ હશે અને કેટલાક કાળાં, કાળાં ચહેરાવાળાઓને (કહેવામાં આવશે) કે તમે ઈમાન લાવ્યા પછી કુફ્ર કેમ કર્યું? પોતાના ઈન્કારની
સજા માણો.

તફસીર(સમજુતી):-

હજરત ઈબ્ને અબ્બાસ (રજી.)એ આનાથી અહલે સુન્નત વલ જમાઅત અને અહલે બિદઅત મુરાદ.લીધેલ છે. (ઈબ્ને કસીર અને ફતહુલ કદીર) તેનાથી જાણવા મળ્યું કે ઈસ્લામ એ જ છે જેના પર અહલે સુન્નત વલ જમાઅત કામ કરી રહ્યા છે, અને અહલે બિદઅત અને મુસલમાન વિરોધી લોકો ઈસ્લામની તે કૃપાથી વંચિત છે જે નજાત (મોક્ષ)નું કારણ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92