(2). સુરહ બકરહ 109,110
PART:-64 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-109,110 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَدَّ کَثِیۡرٌ مِّنۡ اَہۡلِ الۡکِتٰبِ لَوۡ یَرُدُّوۡنَکُمۡ مِّنۡۢ بَعۡدِ اِیۡمَانِکُمۡ کُفَّارًا ۚۖ حَسَدًا مِّنۡ عِنۡدِ اَنۡفُسِہِمۡ مِّنۡۢ بَعۡدِ مَا تَبَیَّنَ لَہُمُ الۡحَقُّ ۚ فَاعۡفُوۡا وَ اصۡفَحُوۡا حَتّٰی یَاۡتِیَ اللّٰہُ بِاَمۡرِہٖ ؕ اِنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۰۹﴾ 109). આ કિતાબવાળાઓના ઘણા ખરા લોકો સત્ય જાહેર થઈ ગયા પછી પણ ફક્ત ઈર્ષા અને જલનના કારણે તમને પણ ઈમાનથી હટાવી દેવા ઈચ્છે છે, તમે પણ માફ કરો અને છોડી દો અહીં સુધી કે અલ્લાહ પોતાનો નિર્ણય લાગુ કરી દે, બેશક અલ્લાહ તઆલા દરેક કામ કરવાની કુદરત ધરાવે છે. તફસીર(સમજુતી):- યહૂદીઓ ને ઇસ્લામ અને નબી( ﷺ) થી ઈર્ષ્યાને કારણે, તેઓ મુસ્લિમોને ઇસ્લામથી દુર કરવાના પ્રયત્નો કરતાં હતાં તેથી અલ્લાહએ આ આયત નાઝિલ કરીને મુસલમાનોને ઈસ્લ...