Posts

Showing posts from November 21, 2020

સુરહ અલ્ અન્-આમ 41,42,43

 PART:-406            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        મુસીબત ના સમયે અલ્લાહ યાદ આવે        જેવી મુસીબત હટે એટલે શિર્ક કરે                        =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-41,42,43 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ بَلۡ اِيَّاهُ تَدۡعُوۡنَ فَيَكۡشِفُ مَا تَدۡعُوۡنَ اِلَيۡهِ اِنۡ شَآءَ وَتَنۡسَوۡنَ مَا تُشۡرِكُوۡنَ(41) (41). બલ્કે ખાસ કરીને તેને જ પોકારશો, પછી જેના માટે તમે પોકારશો જો તે ઈચ્છે તો તેને હટાવી પણ દે અને જેમને તમે ભાગીદાર ઠેરવો છો તે બધાને ભૂલી જશો. તફસીર(સમજુતી):- મુશરિક અકાઈદ રાખનારાઓ અને ગૈરુલ્લાહને હાજતરવા અને મુશ્કિલકુશા માનવાવાળાઓ ઉપર જ્યારે અચાનક મુસીબત આવી પડે  ત્યારે તે બધુ જ ભુલી જાય છે અને ઈન્સાની ફિતરત પ્રમાણે મુસીબતના સમય તે અલ્લાહને જ પોકારશે, પછી અલ્લાહ ચાહે તો મુસીબત હટાવે. કાશ... લોકો હંમેશા આવી જ ફિતરત પર કાયમ રહેતાં હ