Posts

Showing posts from January, 2020

સુરહ બકરહ 213,214

     PART:-119          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-213,214                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ كَانَ النَّاسُ اُمَّةً وَّاحِدَةً  فَبَعَثَ اللّٰهُ النَّبِيّٖنَ مُبَشِّرِيۡنَ وَمُنۡذِرِيۡنَ ۖ وَاَنۡزَلَ مَعَهُمُ الۡكِتٰبَ بِالۡحَـقِّ لِيَحۡكُمَ بَيۡنَ النَّاسِ فِيۡمَا اخۡتَلَفُوۡا فِيۡهِ ‌ؕ وَمَا اخۡتَلَفَ فِيۡهِ اِلَّا الَّذِيۡنَ اُوۡتُوۡهُ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُمُ الۡبَيِّنٰتُ بَغۡيًا ۢ بَيۡنَهُمۡ‌ۚ فَهَدَى اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا لِمَا اخۡتَلَفُوۡا فِيۡهِ مِنَ الۡحَـقِّ بِاِذۡنِهٖ‌ ؕ وَاللّٰهُ يَهۡدِىۡ مَنۡ يَّشَآءُ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(213) 213).હકીકતમાં લોકો એક જ ઉમ્મત હતા, પછી અલ્લાહ (તઆલા)એ નબીઓને ખુશખબર આપવા અને ચેતવણી આપવા માટે મોકલ્યા અને તેમની સાથે કિતાબ ઉતારી, જેથી લોકોના દરેક મતભેદોનો ફેંસલો થઈ જાય. અને ફક્ત તે લોકોને જે આપવામાં આવેલ હતું પોતાની પાસે દલીલ આવી જવા છતાં પરસ્પર ઈર્ષા અને ઘમંડના કારણે તેમા

સુરહ બકરહ 211,212

PART:-118          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-211,212                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ سَلۡ بَنِىۡٓ اِسۡرَآءِيۡلَ كَمۡ اٰتَيۡنٰهُمۡ مِّنۡ اٰيَةٍۢ بَيِّنَةٍ ‌ؕ وَمَنۡ يُّبَدِّلۡ نِعۡمَةَ اللّٰهِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُ فَاِنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ(211) 211).ઈસરાઈલની સંતાનોને પૂછો કે અમે તેમને કેટલી સ્પષ્ટ નિશાનીઓ આપી અને જેઓ અલ્લાહ(તઆલા)ની ને’મત પોતાની પાસે પહોંચી ગયા પછી પણ બદલી નાખે (તેઓ જાણી લો) કે અલ્લાહ (તઆલા) પણ સખત સજાઓ આપવાવાળો છે. તફસીર(સમજુતી):- જેમ કે મૂસાની લાકડી, જેના વડે અમે જાદુગરોના જાદુને તોડ્યુ, સમુદ્રમાં રસ્તો બનાવ્યો, પથ્થરથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા, વાદળોનો છાંયડો, મન્ન અને સલ્વાનું ઉતરવું, અને જે અલ્લાહ તઆલાની તાકાત અને અમારા પયગમ્બરોની સચ્ચાઈના સબૂત હતા, પરંતુ એના પછી પણ તેઓએ અલ્લાહ તઆલાની નાફરમાની કરી. ☘☘☘☘☘☘☘☘☘☘☘ زُيِّنَ لِلَّذِيۡنَ كَفَرُوا الۡحَيٰوةُ الدُّنۡيَا وَيَسۡخَرُوۡنَ مِنَ الَّ

સુરહ બકરહ 209,210

PART:-117          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-209,210                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ زَلَـلۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَتۡکُمُ الۡبَيِّنٰتُ فَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ عَزِيۡزٌ حَکِيۡمٌ (209) 209).જો તમે નિશાનીઓના આવી ગયા પછી પણ લપસી જાઓ, તો જાણી લો કે અલ્લાહ (તઆલા) જબરદસ્ત અને હિકમતવાળો છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّاۤ اَنۡ يَّاۡتِيَهُمُ اللّٰهُ فِىۡ ظُلَلٍ مِّنَ الۡغَمَامِ وَالۡمَلٰٓئِکَةُ وَقُضِىَ الۡاَمۡرُ‌ؕ وَاِلَى اللّٰهِ تُرۡجَعُ الۡاُمُوۡرُ(210) 210).શું લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે અલ્લાહ (તઆલા) પોતે વાદળોના સમૂહમાં આવી જાય ,અને ફરિશ્તાઓ પણ, અને કામનો અંત કરી દેવામાં આવે, અલ્લાહની જ તરફ બધા કામો પલટાવવામા આવે છે. તફસીર(સમજુતી):- અહીં કયામત ની વાત કરવામાં આવી છે એટલે કે કાફિરો ને ધમકાવવામાં આવે છે કે શું તેઓ કયામત ની રાહ જોઈ રહ્યા છે પરંતુ ત્યારે કોઈના પણ ઈમાન ને કબુલ કરવામાં નહીં આવે અને ફ

સુરહ બકરહ 205,206,207,208

PART:-116          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-205,206,                         207,208 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا تَوَلّٰى سَعٰى فِى الۡاَرۡضِ لِيُفۡسِدَ فِيۡهَا وَيُهۡلِكَ الۡحَـرۡثَ وَالنَّسۡلَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الۡفَسَادَ(205) 205).અને જ્યારે તે પાછો ફરે છે, તો જમીનમાં ફસાદ ફેલાવવા, ખેતી અને નસલની બરબાદીની કોશિશમાં લાગેલ રહે છે અને અલ્લાહ (તઆલા) ફસાદને પસંદ નથી કરતો. તફસીર(સમજુતી):- ઝઈફ રીવાયત ના પ્રમાણે આ આયત એક વ્યક્તિ જેનુ નામ અખનસ બિન શરીક ષફકી જે સાહિત્યકાર હતો આપ (સ.અ.વ) ની ખિદમતમા જુઠી અલ્લાહ ની કસમ ખાઈને પોતાને મુસ્લિમ કહેતો અને ત્યાંથી પાછો ફરે તો ફસાદ ફેલાવવાના કામ કરતો પણ હકીકતમાં બધા જ મુનાફિકો આવા જ હતાં ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُ اتَّقِ اللّٰهَ اَخَذَتۡهُ الۡعِزَّةُ بِالۡاِثۡمِ‌ فَحَسۡبُهٗ جَهَنَّمُ‌ؕ وَلَبِئۡسَ الۡمِهَادُ (206) 206).અને જ્યારે તેને કહેવામાં આવે છે અલ્લાહથી ડર, તો ઘમંડ તેને ગુનાહ પર

સુરહ બકરહ 203,204

PART:-115         (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-203,204 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاذۡكُرُوا اللّٰهَ فِىۡٓ اَيَّامٍ مَّعۡدُوۡدٰتٍ‌ؕ فَمَنۡ تَعَجَّلَ فِىۡ يَوۡمَيۡنِ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِ ۚ وَمَنۡ تَاَخَّرَ فَلَاۤ اِثۡمَ عَلَيۡه‌ِ ۙ لِمَنِ اتَّقٰى ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّکُمۡ اِلَيۡهِ تُحۡشَرُوۡنَ(203) 203).અને અલ્લાહ (તઆલા)ની યાદ તે ગણતરીના થોડા દિવસો (તશરીકના દિવસો)માં કરો, બે દિવસ જલ્દી કરવાવાળા પર કોઈ ગુનોહ નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઈ ગુનોહ નથી.” આ પરહેઝગારો માટે છે, અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, અને જાણી લો, કે તમે બધા તેના તરફ જમા કરવામાં આવશો. તફસીર(સમજુતી):-  તશરીકના દિવસો 11, 12 અને 13 ઝીલહજના છે. આ દિવસોમાં અલ્લાહ તઆલાના ઝિકથી મુરાદ ઊંચી અવાજ સાથે સુન્નત તરીકાથી મુકર્રર તકબીર કહે. ફક્ત ફર્ઝ નમાઝો પછી જ નહિં (જેવું કે એક અસ્પષ્ટ હદીષના આધાર પર મશહૂર છે.) પરંતુ દરેક સમયે તકબીર પઢવામાં આવે (અલ્લાહુ અકબર, અલ્લા

સુરહ બકરહ 201,202

PART:-114          (Quran-Section)        (2)સુરહ બકરહ          આયત નં.:-201,202 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنۡهُمۡ مَّنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا حَسَنَةً وَّفِى الۡاٰخِرَةِ حَسَنَةً وَّ قِنَا عَذَابَ النَّارِ (201) 201).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ કહે છે, "અય અમારા પાલનહાર! અમને આ દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે.” તફસીર(સમજુતી):- મતલબ કે એહલે ઈમાન દુનિયામાં પણ દુનિયા નથી માગતા પરંતુ નેકી ની તૌફીક તલબ કરે છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ لَهُمۡ نَصِيۡبٌ مِّمَّا كَسَبُوۡا ‌ؕ وَاللّٰهُ سَرِيۡعُ الۡحِسَابِ(202) 202).આ તે લોકો છે જેમના માટે તેમના અમલોનો હિસ્સો છે. અને અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.

સુરહ બકરહ 199,200

PART:-113          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-199,200 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ ثُمَّ اَفِيۡضُوۡا مِنۡ حَيۡثُ اَفَاضَ النَّاسُ وَاسۡتَغۡفِرُوا اللّٰهَ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(199) 199).પછી તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે અને અલ્લાહ (તઆલા)થી તૌબા કરતા રહો, બેશક અલ્લાહ તઆલા માફ કરવાવાળો મહેરબાન છે. તફસીર(સમજુતી):- મક્કા ના કુરેશ અરફાત સુધી ન જતાં પરંતુ મુઝદલફા થી પાછા આવી જતાં એટલા માટે આદેશ આપવામાં આવે છે કે તમે તે જગ્યાએથી પાછા ફરો જે જગ્યાએથી બધા લોકો પાછા ફરે છે મતલબ કે અરફાત થી ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِذَا قَضَيۡتُمۡ مَّنَاسِكَکُمۡ فَاذۡکُرُوا اللّٰهَ كَذِكۡرِكُمۡ اٰبَآءَکُمۡ اَوۡ اَشَدَّ ذِکۡرًا ؕ فَمِنَ النَّاسِ مَنۡ يَّقُوۡلُ رَبَّنَآ اٰتِنَا فِى الدُّنۡيَا وَمَا لَهٗ فِى الۡاٰخِرَةِ مِنۡ خَلَاقٍ (200) 200).પછી જ્યારે તમે હજના દરેક કામ પૂરા કરી લો,તો અલ્લાહ (તઆલા)ને યાદ કરો, જેવી રીતે તમે પોતાના બાપ

સુરહ બકરહ 197,198

PART:-112          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-197,198 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلۡحَجُّ اَشۡهُرٌ مَّعۡلُوۡمٰتٌ ‌ۚ فَمَنۡ فَرَضَ فِيۡهِنَّ الۡحَجَّ فَلَا رَفَثَ وَلَا فُسُوۡقَۙ وَلَا جِدَالَ فِى الۡحَجِّ ؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ يَّعۡلَمۡهُ اللّٰهُ ‌ؕ وَتَزَوَّدُوۡا فَاِنَّ خَيۡرَ الزَّادِ التَّقۡوٰى ۚ وَاتَّقُوۡنِ يٰٓاُولِى الۡاَلۡبَابِ(197) 197).હજના મહિનાઓ નિર્ધારીત છે એટલા માટે જે તેમાં હજ અનિવાર્ય કરે તે પોતાની પત્નીથી હમબિસ્તરી કરવા, ગુનાહ કરવા, અને લડાઈ-ઝઘડા કરવાથી બચતો રહે, તમે જે ભલાઈના કામો કરશો તેને અલ્લાહ (તઆલા) જાણવાવાળો છે, અને પોતાની સાથે રસ્તાનો ખર્ચ લઈ લો, બધાથી બેહતર રસ્તાનો ખર્ચ તો અલ્લાહનો ડર છે અને અય અકલમંદો! મારાથી ડરતા રહો. તફસીર(સમજુતી):- ઉમરાહ વર્ષ માં ગમે તે સમયે કરી શકો પણ હજ તો હજ ના મહીનામાં હજ ના દિવસોમાં જ કરી શકાય એટલે હજ નુ એહરામ હજ સિવાય ના દિવસોમાં બાધવુ જાઈઝ નથી(ઈબ્ને કસીર) ☘☘☘☘☘

સુરહ બકરહ 195,196

PART:-111          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-195,196 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘ وَاَنۡفِقُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَلَا تُلۡقُوۡا بِاَيۡدِيۡكُمۡ اِلَى التَّهۡلُكَةِ ۖ  ۛۚ وَاَحۡسِنُوۡا  ۛۚ اِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُحۡسِنِيۡنَ (195) 195).અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો અને પોતાના હાથે તકલીફમાં ન પડો,ભલાઈ કરો, અલ્લાહ ભલાઈ કરનારાઓને પસંદ કરે છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاَتِمُّوا الۡحَجَّ وَالۡعُمۡرَةَ لِلّٰهِؕ فَاِنۡ اُحۡصِرۡتُمۡ فَمَا اسۡتَيۡسَرَ مِنَ الۡهَدۡىِ‌ۚ وَلَا تَحۡلِقُوۡا رُءُوۡسَكُمۡ حَتّٰى يَبۡلُغَ الۡهَدۡىُ مَحِلَّهٗ ؕ فَمَنۡ كَانَ مِنۡكُمۡ مَّرِيۡضًا اَوۡ بِهٖۤ اَذًى مِّنۡ رَّاۡسِهٖ فَفِدۡيَةٌ مِّنۡ صِيَامٍ اَوۡ صَدَقَةٍ اَوۡ نُسُكٍۚ فَاِذَآ اَمِنۡتُمۡ فَمَنۡ تَمَتَّعَ بِالۡعُمۡرَةِ اِلَى الۡحَجِّ فَمَا اسۡتَيۡسَرَ مِنَ الۡهَدۡىِ‌ۚ فَمَنۡ لَّمۡ يَجِدۡ فَصِيَامُ ثَلٰثَةِ اَيَّامٍ فِى الۡحَجِّ وَسَبۡعَةٍ اِذَا رَجَعۡتُمۡؕ تِلۡكَ عَشَرَةٌ كَ

સુરહ બકરહ 193,194

PART:-110          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-193,194 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقٰتِلُوۡهُمۡ حَتّٰى لَا تَكُوۡنَ فِتۡنَةٌ وَّيَكُوۡنَ الدِّيۡنُ لِلّٰهِ‌ؕ فَاِنِ انتَهَوۡا فَلَا عُدۡوَانَ اِلَّا عَلَى الظّٰلِمِيۡنَ (193) 193).અને તેમનાથી લડો , ત્યાં સુધી કે ફિત્નો ન રહે અને અલ્લાહનો ધર્મ ૨હી જાય, જો તેઓ રોકાઈ જાય (તો તમે પણ રોકાઈ જા ઓ) જુલમ તો ફક્ત જાલિમો ૫૨ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَلشَّهۡرُ الۡحَـرَامُ بِالشَّهۡرِ الۡحَـرَامِ وَالۡحُرُمٰتُ قِصَاصٌ‌ؕ فَمَنِ اعۡتَدٰى عَلَيۡكُمۡ فَاعۡتَدُوۡا عَلَيۡهِ بِمِثۡلِ مَا اعۡتَدٰى عَلَيۡكُمۡ ۚ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ مَعَ الۡمُتَّقِيۡنَ (194) 194).હુરમતવાળા મહિનાને બદલે હુરમતવાળા મહીના છે અને હુરમતો અદલા-બદલાની છે, જે તમારા પર જુલમ કરે તમે પણ તેના પર તેના જેવું જ જુલમ કરો જેવું તમારા પર કર્યું છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ (તઆલા) પરહેઝગારોના સાથે છે. તફસીર(સ

સુરહ બકરહ 190,191,192

PART:-109          (Quran-Section)       (2)સુરહ બકરહ         આયત નં.:-190,191,192 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَاتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ الَّذِيۡنَ يُقَاتِلُوۡنَكُمۡ وَلَا تَعۡتَدُوۡا ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ الۡمُعۡتَدِيۡنَ (190) 190). અને લડો અલ્લાહના માર્ગમાં માર્ગમાં તેમનાથી જેઓ તમારાથી લડે છે અને જુલમ છે અને જુલમ ન કરો, અલ્લાહ(તઅાલા) જાલિમ ને પસંદ નથી કરતો. તફસીર(સમજુતી):- આ આયતમાં પ્રથમવાર તે લોકોથી લડવાનું હુકમ આપવામાં આવ્યો છે,જેઓ હંમેશા મુસલમાનોના કતલ કરવાના ખ્યાલમાં રહેતા હતા તેમ છતા અતિરેકથી રોકવામાં આવ્યા છે જેનો મતલબ તે છે કે કચડો નહીં, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને જેમનું જંગમાં કોઈ યોગદાન ન હોય કતલ ન કરો, વૃક્ષો વગેરેને સળગાવી દેવા, જાનવરોને વગર કારણે મારી નાખવા પણ અતિરેક છે તેનાથી બચવા માં આવે.(ઈબ્ને કસીર) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاقۡتُلُوۡهُمۡ حَيۡثُ ثَقِفۡتُمُوۡهُمۡ وَاَخۡرِجُوۡهُمۡ مِّنۡ حَيۡثُ اَخۡرَجُوۡكُمۡ‌ وَالۡفِتۡنَةُ اَشَدُّ مِنَ الۡقَتۡلِۚ

સુરહ બકરહ 188,189

PART:-108          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-188,189 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَاۡكُلُوۡٓا اَمۡوَالَـكُمۡ بَيۡنَكُمۡ بِالۡبَاطِلِ وَتُدۡلُوۡا بِهَآ اِلَى الۡحُـکَّامِ لِتَاۡکُلُوۡا فَرِيۡقًا مِّنۡ اَمۡوَالِ النَّاسِ بِالۡاِثۡمِ وَاَنۡـتُمۡ تَعۡلَمُوۡنَ (188) 188).અને એકબીજાનો માલ ખોટા તરીકાથી ન ખાઓ, ન હકદાર માણસોને રિશ્વત પહોંચાડીને કોઈનો કેટલોક માલ જુલમથી હડપ કરી લો, ભલે ને તમે જાણતા હોવ.” તફસીર(સમજુતી):- આ એવા વ્યક્તિના વિષે છે જેની પાસે કોઈનો હક હોય અને માલિકની પાસે કોઈ સબૂત ન હોય, જેનો ફાયદો ઉઠાવી તે વ્યક્તિ અદાલત અથવા હકદાર પાસે પોતાના હકમાં ફેસલો કરાવી લે, આ રીતે બીજાનો હક લઈ લે આ જુલમ અને હરામ છે, અદાલતનો નિર્ણય જુલમ અને હરામને માન્ય કરી શકાતો નથી અલ્લાહ તઆલાની સામે આવો વ્યક્તિ મુજરીમ હશે. (ઈબ્ને કસીર) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يَسۡــئَلُوۡنَكَ عَنِ الۡاَهِلَّةِ ‌ؕ قُلۡ هِىَ مَوَاقِيۡتُ لِلنَّاسِ وَالۡحَجِّ ؕ وَلَيۡسَ الۡبِرُّ بِاَنۡ

સુરહ બકરહ 187

PART:-107          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-187 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُحِلَّ لَـکُمۡ لَيۡلَةَ الصِّيَامِ الرَّفَثُ اِلٰى نِسَآئِكُمۡ‌ؕ هُنَّ لِبَاسٌ لَّـكُمۡ وَاَنۡـتُمۡ لِبَاسٌ لَّهُنَّ ؕ عَلِمَ اللّٰهُ اَنَّکُمۡ كُنۡتُمۡ تَخۡتَانُوۡنَ اَنۡفُسَکُمۡ فَتَابَ عَلَيۡكُمۡ وَعَفَا عَنۡكُمۡۚ فَالۡــئٰنَ بَاشِرُوۡهُنَّ وَابۡتَغُوۡا مَا کَتَبَ اللّٰهُ لَـكُمۡ وَكُلُوۡا وَاشۡرَبُوۡا حَتّٰى يَتَبَيَّنَ لَـكُمُ الۡخَـيۡطُ الۡاَبۡيَضُ مِنَ الۡخَـيۡطِ الۡاَسۡوَدِ مِنَ الۡفَجۡرِ‌ؕ ثُمَّ اَتِمُّوا الصِّيَامَ اِلَى الَّيۡلِ‌ۚ وَلَا تُبَاشِرُوۡهُنَّ وَاَنۡـتُمۡ عٰكِفُوۡنَ فِى الۡمَسٰجِدِؕ تِلۡكَ حُدُوۡدُ اللّٰهِ فَلَا تَقۡرَبُوۡهَا ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ اٰيٰتِهٖ لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَّقُوۡنَ (187) 187).રોઝાની રાત્રિઓમાં પોતાની પત્નીઓથી મળવાની તમને છૂટ છે, તે તમારો પોશાક છે અને તમે તેમના પોશાક છો, તમારી છુપાયેલી ખયાનતનું અલ્લાહને ઈલ્મ છે. તેણે

સુરહ બકરહ 185,186

PART:-106         (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-185,186 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ شَهۡرُ رَمَضَانَ الَّذِىۡٓ اُنۡزِلَ فِيۡهِ الۡقُرۡاٰنُ هُدًى لِّلنَّاسِ وَ بَيِّنٰتٍ مِّنَ الۡهُدٰى وَالۡفُرۡقَانِۚ فَمَنۡ شَهِدَ مِنۡكُمُ الشَّهۡرَ فَلۡيَـصُمۡهُ ؕ وَمَنۡ کَانَ مَرِيۡضًا اَوۡ عَلٰى سَفَرٍ فَعِدَّةٌ مِّنۡ اَيَّامٍ اُخَرَؕ يُرِيۡدُ اللّٰهُ بِکُمُ الۡيُسۡرَ وَلَا يُرِيۡدُ بِکُمُ الۡعُسۡرَ وَلِتُکۡمِلُوا الۡعِدَّةَ وَلِتُکَبِّرُوا اللّٰهَ عَلٰى مَا هَدٰٮكُمۡ وَلَعَلَّکُمۡ تَشۡكُرُوۡنَ (185) 185).રમઝાનનો મહિનો તે છે જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું. જે લોકો માટે હિદાયત છે, અને જે હિદાયત અને સત્ય તથા અસત્ય વચ્ચે ફેંસલો કરનાર છે, તો તમારામાંથી જે કોઈ આ મહિનો પામે તેણે રોઝા રાખવા જોઈએ, હા જે બીમાર હોય અથવા મુસાફરીમાં હોય, તો તેણે બીજા દિવસોમાં ગણતરી પૂરી કરવી જોઈએ ,અલ્લાહ (તઆલા)ની મરજી તમારા સાથે આસાનીની છે સખ્તીની નહિં, તે ઈચ્છે છે કે તમે ગણતરી પૂરી કરી લો અને

સુરહ બકરહ 183,184

PART:-105          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-183,184 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُتِبَ عَلَيۡکُمُ الصِّيَامُ کَمَا كُتِبَ عَلَى الَّذِيۡنَ مِنۡ قَبۡلِکُمۡ لَعَلَّكُمۡ تَتَّقُوۡنَۙ (183) 183).અય ઈમાનવાળાઓ! તમારા પર રોઝા (ઉપવાસ જે રમઝાન માસમાં રાખવામાં આવે છે) ફર્ઝ કરવામાં આવ્યા, જેવી રીતે તમારાથી પહેલાના લોકો પર ફર્ઝ કરવામાં આવ્યા હતા, જેથી તમે તકવા (અલ્લાહનો ડર)નો રસ્તો અપનાવો.' તફસીર(સમજુતી):- અહીં શબ્દ (صیامُ ، صومُ)રોઝાનો અર્થ છે સવારે સૂરજ નિકળતા પહેલા રાત્રિના અંધારાની પછી જે સફેદ રોશની વાતાવરણમાં હોય છે, તેના સમયથી લઈ સૂરજના ડૂબવા સુધી ખાવા-પીવાથી, પત્નીથી સહશયન (હમબિસ્તરી) કરવાથી અલ્લાહની ખુશી પ્રાપ્ત કરવા માટે રોકાઈ રહેવું. આ બંદગી નફસની પવિત્રતા અને સ્વચ્છતા માટે ઘણી જરૂરી છે. એટલા માટે તમારાથી પહેલાની ઉમ્મતો પર પણ ફર્ઝ કરવામાં આવ્યા હતા. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَيَّامًا مَّعۡدُوۡدٰتٍؕ فَمَنۡ كَانَ م

સુરહ બકરહ 181,182

             PART:-104          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-181,182 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡۢ بَدَّلَهٗ بَعۡدَمَا سَمِعَهٗ فَاِنَّمَآ اِثۡمُهٗ عَلَى الَّذِيۡنَ يُبَدِّلُوۡنَهٗؕ اِنَّ اللّٰهَ سَمِيۡعٌ عَلِيۡمٌؕ (181) 181).હવે જે માણસ તેને સાંભળ્યા પછી બદલી નાખે, તો તેનો ગુનોહ બદલવાવાળા પર જ હશે, બેશક અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):- એટલે કે મરનાર વ્યક્તિએ તો વસીયત કરી દીધી તેના પછી જો કોઈ પોતાના ફાયદા માટે વસીયતમા ફેરબદલ કરે તો તેનો ગુનોહ ફેરબદલ કરવાવાળા ના ઉપર આવશે કારણ કે અલ્લાહ ને બધી જ ખબર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡ خَافَ مِنۡ مُّوۡصٍ جَنَفًا اَوۡ اِثۡمًا فَاَصۡلَحَ بَيۡنَهُمۡ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (182) 182).હા, જેઓ વસીયત કરનારના પક્ષપાત અને ગુનાહથી ડરે અને જો તેઓ તેમનામાં એકબીજામાં સુધાર કરાવી આપે, તો તેમના પર ગુનોહ નથી,અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. તફસીર(સમજુતી)

સુરહ બકરહ 179,180

              PART:-103          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-179,180 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ لَـكُمۡ فِى الۡقِصَاصِ حَيٰوةٌ يّٰٓـاُولِىۡ الۡاَلۡبَابِ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ (179) 179).અકલમંદો! કિસાસ (પ્રતિહત્યા, હત્યાદંડ)માં તમારા માટે જીવન છે, જેના કારણે તમે (કતલ કરવાથી) રોકાશો. તફસીર(સમજુતી):- જયારે કાતિલને ડ૨ હશે કે કતલના બદલામાં તેને પણ મારી નાખવામાં આવશે તો તે કોઇને પણ કતલ કરવાની હિંમત નહિં કરે અને જે સમાજમાં કતલના બદલામાં આ કાનૂન લાગુ થઈ જાય છે ત્યાં આ ડર સમાજને કતલ અને ખૂન વહેવડાવવાથી સલામત ૨ાખે છે જેનાથી સમાજમાં ઘણી સુખ શાંતિ રહે છે. આનું નિરિક્ષણ સઉદી અરબના સમાજમાં કરી શકાય છે જ્યાં ઈસ્લામી કાનૂનના પાલનને કારણે અલ્લાહની  ને'મતથી સુખ શાંતિનો માહોલ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ كُتِبَ عَلَيۡكُمۡ اِذَا حَضَرَ اَحَدَكُمُ الۡمَوۡتُ اِنۡ تَرَكَ خَيۡرَا  ۖۚ اۨلۡوَصِيَّةُ لِلۡوَالِدَيۡنِ وَالۡاَقۡرَبِيۡنَ بِالۡمَعۡرُوۡفِۚ حَقًّا عَلَى الۡمُتّ

સુરહ બકરહ 177,178

              PART:-102          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-177,178 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ لَيۡسَ الۡبِرَّ اَنۡ تُوَلُّوۡا وُجُوۡهَكُمۡ قِبَلَ الۡمَشۡرِقِ وَ الۡمَغۡرِبِ وَلٰـكِنَّ الۡبِرَّ مَنۡ اٰمَنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَالۡمَلٰٓئِکَةِ وَالۡكِتٰبِ وَالنَّبِيّٖنَ‌ۚ وَاٰتَى الۡمَالَ عَلٰى حُبِّهٖ ذَوِى الۡقُرۡبٰى وَالۡيَتٰمٰى وَالۡمَسٰكِيۡنَ وَابۡنَ السَّبِيۡلِۙ وَالسَّآئِلِيۡنَ وَفِى الرِّقَابِ‌ۚ وَاَقَامَ الصَّلٰوةَ وَاٰتَى الزَّکٰوةَ ‌ ۚ وَالۡمُوۡفُوۡنَ بِعَهۡدِهِمۡ اِذَا عٰهَدُوۡا ۚ وَالصّٰبِرِيۡنَ فِى الۡبَاۡسَآءِ وَالضَّرَّآءِ وَحِيۡنَ الۡبَاۡسِؕ اُولٰٓئِكَ الَّذِيۡنَ صَدَقُوۡا ؕ وَاُولٰٓئِكَ هُمُ الۡمُتَّقُوۡنَ (177) 177).બધી નેકી પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી. પરંતુ હકીકતમાં સારો માણસ તે છે જે અલ્લાહ(તઆલા) પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબો પર અને નબીઓ પર ઈમાન રાખવાવાળો છે, જે માલથી મોહબ્બત હ

સુરહ બકરહ 175,176

              PART:-101          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-175,176 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ الَّذِيۡنَ اشۡتَرَوُا الضَّلٰلَةَ بِالۡهُدٰى وَالۡعَذَابَ بِالۡمَغۡفِرَةِ‌ ۚ فَمَآ اَصۡبَرَهُمۡ عَلَى النَّارِ (175) 175).આ તે લોકો છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે અને અઝાબને મગફિરત (મોક્ષ)ને બદલે ખરીદી લીધો છે, આ લોકો આગનો અઝાબ કેટલો સહન કરશે? ☘☘☘☘☘☘☘☘☘☘☘ ذٰلِكَ بِاَنَّ اللّٰهَ نَزَّلَ الۡکِتٰبَ بِالۡحَـقِّؕ وَاِنَّ الَّذِيۡنَ اخۡتَلَفُوۡا فِى الۡكِتٰبِ لَفِىۡ شِقَاقٍۢ بَعِيۡدٍ (176) 176).આ અઝાબોનું કારણ એ જ છે કે અલ્લાહ તઆલાએ સાચી કિતાબ ઉતારી અને આ કિતાબમાં મતભેદ રાખવાવાળા જરૂર દૂરના હઠ (હકથી અલગ થઈ ફંટાઈ જવું)માં છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘

સુરહ બકરહ 173,174

              PART:-100          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-173,174 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا حَرَّمَ عَلَيۡکُمُ الۡمَيۡتَةَ وَالدَّمَ وَلَحۡمَ الۡخِنۡزِيۡرِ وَمَآ اُهِلَّ بِهٖ لِغَيۡرِ اللّٰهِ‌ۚ فَمَنِ اضۡطُرَّ غَيۡرَ بَاغٍ وَّلَا عَادٍ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِ‌ؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (173) 173).તમારા પર મુરદાર અને લોહી (વહી ગયેલું), સુવ્વર નુ માંસ અને તે દરેક વસ્તુ જેના પર અલ્લાહના નામ  સિવાય બીજાઓના નામ પોકારવામા આવે હરામ છે પરંતુ જેઓ મજબુર થઈ જાય અને તેઓ સીમાનુ ઉલ્લંઘન કરનાર અને જાલિમ ન હોય, તેઓને તેને ખાવામાં કોઈ ગુનોહ નથી, અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلَ اللّٰهُ مِنَ الۡکِتٰبِ وَ يَشۡتَرُوۡنَ بِهٖ ثَمَنًا قَلِيۡلًا ۙ اُولٰٓئِكَ مَا يَاۡكُلُوۡنَ فِىۡ بُطُوۡنِهِمۡ اِلَّا النَّارَ وَلَا يُکَلِّمُهُمُ اللّٰهُ يَوۡمَ الۡقِيٰمَةِ وَلَا يُزَکِّيۡهِمۡ ۖۚ وَلَهُمۡ

સુરહ બકરહ 171,172

           PART:-99          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-171,172 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمَثَلُ الَّذِيۡنَ کَفَرُوۡا كَمَثَلِ الَّذِىۡ يَنۡعِقُ بِمَا لَا يَسۡمَعُ اِلَّا دُعَآءً وَّنِدَآءً ؕ صُمٌّۢ بُكۡمٌ عُمۡـىٌ فَهُمۡ لَا يَعۡقِلُوۡنَ (171) 171).અને કાફિરો તે જાનવરો જેવા છે જે પોતાના ચરવાહાની ફક્ત પોકાર અને અવાજ ને જ સાભળે છે (સમજતા નથી) તેઓ બહેરા,મૂગા અને આધળા છે, તેમને અકલ નથી. તફસીર(સમજુતી):- આ કાફિરોનું દૅષ્ટાત, જેમણે પોતાના બાપ-દાદાઓના અનુસરણમાં પોતાની અકલ અને ઈલ્મને છોડી દીધું છે. એ જાનવરો જેવું છે જેમને ચરવાહો બોલાવે છે અને પોકારે છે તો એ જાનવર અવાજ તો સાંભળે છે પરંતુ નથી સમજતા કે કેમ તેમને બોલાવે અને પોકારે છે? તેવી જ રીતે આ તાબેદારો પણ બહેરા છે કે સત્યની અવાજ નથી સાંભળતા, મુંગા છે કે સાચી વાત મોઢાથી નથી કાઢતા, આંધળા છે કે સત્ય નથી જોઈ શકતા અને અક્લથી ખાલી છે કે સત્યની દાવત અને એકેશ્વરવાદ (તોહિદ) અને સુન્નતની દાવતને સમજવાન

સુરહ બકરહ 169,170

PART:-98*          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-169,170 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّمَا يَاۡمُرُكُمۡ بِالسُّوۡٓءِ وَالۡفَحۡشَآءِ وَاَنۡ تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ مَا لَا تَعۡلَمُوۡنَ (169) 169).તે તમને ફક્ત બુરાઈનો અને બેહયાઈનો અને અલ્લાહ (તઆલા) પર એવી વાતોને કહેવાનો આદેશ આપે છે જેનુ તમને ઈલ્મ નથી ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِذَا قِيۡلَ لَهُمُ اتَّبِعُوۡا مَآ اَنۡزَلَ اللّٰهُ قَالُوۡا بَلۡ نَـتَّبِعُ مَآ اَلۡفَيۡنَا عَلَيۡهِ اٰبَآءَنَا ؕ اَوَلَوۡ كَانَ اٰبَآؤُهُمۡ لَا يَعۡقِلُوۡنَ شَيۡئًـا وَّلَا يَهۡتَدُوۡنَ (170) 170).અને તેમનાથી જયારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબ પર અમલ કરો તો જવાબ આપે છે કે અમે તો તે રસ્તાને અનુસરીશુ જેના પર અમારા બાપ-દાદાઓ હતા, જયારે કે તેમના બાપ-દાદા બેવકૂફ અને ભટકેલા રહ્યા હોય. તફસીર(સમજુતી):- આજે પણ બિદઅતીઓને સમજાવવામાં આવે કે આ નવી વાતોની ધર્મમાં કોઈ કિંમત નથી, તો તેઓ આજ જવાબ આપશે કે આ રીતિ-રિ

સુરહ બકરહ 167,168

PART:-97          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-167,168 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَقَالَ الَّذِيۡنَ اتَّبَعُوۡا لَوۡ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنۡهُمۡ كَمَا تَبَرَّءُوۡا مِنَّا ؕ كَذٰلِكَ يُرِيۡهِمُ اللّٰهُ اَعۡمَالَهُمۡ حَسَرٰتٍ عَلَيۡهِمۡؕ وَمَا هُمۡ بِخٰرِجِيۡنَ مِنَ النَّارِ (167) 167).અને તાબેદારો કેહવા લાગશે, કાશ અમે દુનિયા તરફ બીજીવાર જઈએ તો અમે પણ તેમનાથી આવી જ રીતે અલગ થઈ જઈએ જેવા તેઓ અમારાથી છે. તેવી જ રીતે અલ્લાહ તઆલા તેઓને તેમના કર્મો દેખાડશે તેમના પસ્તાવાને લીધે તેઓ કદાપિ જહન્નમમાથી નહીં નીકળી શકે. તફસીર(સમજુતી):- મૂર્તિપૂજક આખિરતમા પોતાના ધર્મગુરુઓ અને ધર્મચાર્યોની મજબૂરી અને ખયાનત પર અફસોસ કરશે પરંતુ આ અફસોસ થી કોઈ ફાયદો ન થશે, કાશ ! દુનિયામાં જ શિર્કથી તૌબા કરી લે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ يٰٓاَيُّهَا النَّاسُ كُلُوۡا مِمَّا فِى الۡاَرۡضِ حَلٰلًا طَيِّبًا  ۖ وَّلَا تَتَّبِعُوۡا خُطُوٰتِ الشَّيۡطٰنِؕ اِنَّهٗ لَـكُمۡ عَدُوٌّ مُّبِ

સુરહ બકરહ 165,166

              PART:-96          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-165,166 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَمِنَ النَّاسِ مَنۡ يَّتَّخِذُ مِنۡ دُوۡنِ اللّٰهِ اَنۡدَادًا يُّحِبُّوۡنَهُمۡ كَحُبِّ اللّٰهِؕ وَالَّذِيۡنَ اٰمَنُوۡٓا اَشَدُّ حُبًّا لِّلّٰهِ ؕ وَلَوۡ يَرَى الَّذِيۡنَ ظَلَمُوۡٓا اِذۡ يَرَوۡنَ الۡعَذَابَۙ اَنَّ الۡقُوَّةَ لِلّٰهِ جَمِيۡعًا ۙ وَّاَنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعَذَابِ‏ (165) 165).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ બીજાઓને અલ્લાહના શરીક બનાવીને તેમનાથી એવો પ્રેમ રાખે છે જેવો પ્રેમ અલ્લાહથી હોવો જોઈએ અને ઈમાનવાળાઓ અલ્લાહથી પ્રેમમાં મજબૂત હોય છે, કાશ કે મૂર્તિપૂજક જાણતા જ્યારે કે અલ્લાહના અઝાબોને જોઈને (જાણી લેશે) કે સર્વ તાકાત અલ્લાહને જ છે અને અલ્લાહ સખત અઝાબ આપવાવાળો છે.(તો કદી પણ મૂર્તિપૂજા ન કરતા) તફસીર(સમજુતી):- જે લોકો અલ્લાહ ને છોડીને બીજાઓને અલ્લાહ ના સાથી કરાર કરે છે તેઓ તેમની સાથે એવો પ્રેમ રાખે છે જેવો અલ્લાહ સાથે રાખવામાં આવ છેે

સુરહ બકરહ 163,164

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘               PART:-95          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-163,164 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَاِلٰهُكُمۡ اِلٰهٌ وَّاحِدٌ  ۚ لَآ اِلٰهَ اِلَّا هُوَ الرَّحۡمٰنُ الرَّحِيۡمُ (163) 163).અને તમારા સૌનો મઅબૂદ એક અલ્લાહ જ છે ! તેના સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, તે ઘણો કૃપાળુ અને મોટો દયાળુ છે. તફસીર(સમજુતી):- આ આયતમા  ફરીવાર તૌહીદ ની દાવત મક્કા ના મુશરિકો ને આપવા આવી છે, જેઓ કહે છે કે "આટલા બધા દેવતાઓ ના બદલામાં એક જ મઅબૂદ" જેનો જવાબ અલ્લાહ એ આના પછીની આયતમા આપ્યો છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ فِىۡ خَلۡقِ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَاخۡتِلَافِ الَّيۡلِ وَالنَّهَارِ وَالۡفُلۡكِ الَّتِىۡ تَجۡرِىۡ فِى الۡبَحۡرِ بِمَا يَنۡفَعُ النَّاسَ وَمَآ اَنۡزَلَ اللّٰهُ مِنَ السَّمَآءِ مِنۡ مَّآءٍ فَاَحۡيَا بِهِ الۡاَرۡضَ بَعۡدَ مَوۡتِهَا وَبَثَّ فِيۡهَا مِنۡ کُلِّ دَآ بَّةٍ وَّتَصۡرِيۡفِ الرِّيٰحِ وَ

સુરહ બટરહ 161,162

☘☘☘☘﷽☘☘☘☘☘ 🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔 ☘☘☘☘☘☘☘☘☘☘☘               *PART:-94*          *(Quran-Section)*       *(2)સુરહ બકરહ*          *આયત નં.:-161,162* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ* *અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا وَمَاتُوۡا وَهُمۡ كُفَّارٌ اُولٰٓئِكَ عَلَيۡهِمۡ لَعۡنَةُ اللّٰهِ وَالۡمَلٰٓئِكَةِ وَالنَّاسِ اَجۡمَعِيۡنَۙ‏ (161)* *161).બેશક, જે કાફિરો કુફ્રની હાલતમાં મરી જાય તેમના પર અલ્લાહની અને ફરિશ્તાઓની અને તમામ લોકોની ફિટકાર છે* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *خٰلِدِيۡنَ فِيۡهَا ۚ لَا يُخَفَّفُ عَنۡهُمُ الۡعَذَابُ وَلَا هُمۡ يُنۡظَرُوۡنَ (162)* *162).જેમાં તેઓ હંમેશા રહેશે ન તેમનો અઝાબ હલકો કરવામાં આવશે અને ન તેમને ઢીલ આપવામાં આવશે.* ☘☘☘☘☘☘☘☘☘☘☘

સુરહ બકરહ 159,160

PART:-93*          *(Quran-Section)*       *(2)સુરહ બકરહ*          *આયત નં.:-159,160* ☘☘☘☘☘☘☘☘☘☘☘ *اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ* *અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)* ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الَّذِيۡنَ يَكۡتُمُوۡنَ مَآ اَنۡزَلۡنَا مِنَ الۡبَيِّنٰتِ وَالۡهُدٰى مِنۡۢ بَعۡدِ مَا بَيَّنّٰهُ لِلنَّاسِ فِى الۡكِتٰبِۙ اُولٰٓئِكَ يَلۡعَنُهُمُ اللّٰهُ وَ يَلۡعَنُهُمُ اللّٰعِنُوۡنَۙ (159 159).જે લોકો અમારી ઉતારેલી નિશાનીઓ અને આદેશો (હિદાયત)ને છુપાવે છે તે સિવાય કે અમે તેને પોતાની કિતાબ (કુરઆન પાક)માં લોકો માટે સ્પષ્ટ કરી ચુક્યા છીએ. તે લોકો પર અલ્લાહની અને બધા ધિક્કારનારાઓની ધિક્કાર (લાનત) છે. તફસીર(સમજુતી):- અલ્લાહ તઆલાએ જે વાતો પોતાની કિતાબમાં ઉતારી છે તેને છુપાવવું એટલો મોટો ગુનોહ (પાપ) છે કે અલ્લાહની ફિટકાર સિવાય બીજા ફિટકાર કરનારાઓ દ્વારા પણ ફિટકાર કરવામાં આવે છે. હદીસમાં છે કે,  “જેનાથી કોઈ વાત પૂછવામાં આવી જેનું ઈલ્મ તેને હતું છતાં તેણે તેને છુપાવી તો ક્યામતના દિવસે તેના મોઢામાં આગની લગામ આપવામાં આવશે.” (અબુદા

સુરહ બકરહ 157,158

PART:-92          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-157,158 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اُولٰٓئِكَ عَلَيۡهِمۡ صَلَوٰتٌ مِّنۡ رَّبِّهِمۡ وَرَحۡمَةٌ‌  وَاُولٰٓئِكَ هُمُ الۡمُهۡتَدُوۡنَ (157) 157).આ જ છે જેમના ઉપર તેમના રબની કૃપા અને મહેરબાની છે અને આ જ લોકો સાચા રસ્તા પર છે ☘☘☘☘☘☘☘☘☘☘☘ اِنَّ الصَّفَا وَالۡمَرۡوَةَ مِنۡ شَعَآئِرِ اللّٰهِۚ فَمَنۡ حَجَّ الۡبَيۡتَ اَوِ اعۡتَمَرَ فَلَا جُنَاحَ عَلَيۡهِ اَنۡ يَّطَّوَّفَ بِهِمَا ؕ وَمَنۡ تَطَوَّعَ خَيۡرًا ۙ فَاِنَّ اللّٰهَ شَاكِرٌ عَلِيۡمٌ (158) 158).બેશક, સફા (પહાડ) અને મરવાહ (પહાડ) અલ્લાહ (તઆલા)ની નિશાનીઓમાંથી છે. એટલા માટે અલ્લાહના ઘરના હજ અને ઉમરાહ કરનાર પર તેનો તવાફ કરી લેવામાં કોઈ વાંધો નથી. પોતાની ખુશીથી ભલાઈ કરનારનું અલ્લાહ સન્માન કરે છે અને તેમને સારી રીતે જાણનાર છે. તફસીર(સમજુતી):- અહીં હજના કામથી આશય (જેવા કે અરફાતમાં રોકાણ, સઈ કરવું (સફા-મરવાહ પહાડ વચ્ચે ચક્કર માર

સુરહ બકરહ 155,156

PART:-91          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-155,156 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَـنَبۡلُوَنَّكُمۡ بِشَىۡءٍ مِّنَ الۡخَـوۡفِ وَالۡجُـوۡعِ وَنَقۡصٍ مِّنَ الۡاَمۡوَالِ وَالۡاَنۡفُسِ وَالثَّمَرٰتِؕ وَبَشِّرِ الصّٰبِرِيۡنَۙ (155) 155).અને અમે કોઈને કોઈ રીતે તમારી પરીક્ષા જરૂર લઈશું, દુશ્મનોના ડરથી, ભૂખ અને તરસથી, માલ અને જાનથી, ફળોની કમીથી, અને તે સબ્ર કરવાવાળાઓને ખુશખબર આપી દો. તફસીર(સમજુતી):- અલ્લાહ(તઆલા) પોતાના બંદાઓ ની સુખ અને દુઃખ બન્ને પરિસ્થિતિમાં પરીક્ષા લે છે સુખમાં અલ્લાહ નો શુક્ર કરે, અને દુઃખમાં  સબ્ર કરે ☘☘☘☘☘☘☘☘☘☘☘ الَّذِيۡنَ اِذَآ اَصَابَتۡهُمۡ مُّصِيۡبَةٌ  ۙ قَالُوۡٓا اِنَّا لِلّٰهِ وَاِنَّـآ اِلَيۡهِ رٰجِعُوۡنَؕ (156) 156).તેમને જ્યારે પણ કોઈ મુસીબત આવે છે તો કહે છે કે, અમે તો પોતે અલ્લાહ (તઆલા) માટે છીએ અને અમે તેના તરફ પાછા ફરનારા છીએ. તફસીર(સમજુતી):- હવે બયાન છેકે જે સબ્ર કરવાવાળા