સુરહ બકરહ 165,166

              PART:-96
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-165,166

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمِنَ النَّاسِ مَنۡ يَّتَّخِذُ مِنۡ دُوۡنِ اللّٰهِ اَنۡدَادًا يُّحِبُّوۡنَهُمۡ كَحُبِّ اللّٰهِؕ وَالَّذِيۡنَ اٰمَنُوۡٓا اَشَدُّ حُبًّا لِّلّٰهِ ؕ وَلَوۡ يَرَى الَّذِيۡنَ ظَلَمُوۡٓا اِذۡ يَرَوۡنَ الۡعَذَابَۙ اَنَّ الۡقُوَّةَ لِلّٰهِ جَمِيۡعًا ۙ وَّاَنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعَذَابِ‏ (165)

165).અને કેટલાક લોકો એવા પણ છે જેઓ બીજાઓને
અલ્લાહના શરીક બનાવીને તેમનાથી એવો પ્રેમ રાખે છે
જેવો પ્રેમ અલ્લાહથી હોવો જોઈએ અને ઈમાનવાળાઓ
અલ્લાહથી પ્રેમમાં મજબૂત હોય છે, કાશ કે મૂર્તિપૂજક જાણતા જ્યારે કે અલ્લાહના અઝાબોને જોઈને (જાણી લેશે) કે સર્વ તાકાત અલ્લાહને જ છે અને અલ્લાહ
સખત અઝાબ આપવાવાળો છે.(તો કદી પણ મૂર્તિપૂજા
ન કરતા)

તફસીર(સમજુતી):-

જે લોકો અલ્લાહ ને છોડીને બીજાઓને અલ્લાહ ના સાથી કરાર કરે છે તેઓ તેમની સાથે એવો પ્રેમ રાખે છે જેવો અલ્લાહ સાથે રાખવામાં આવ છેે,

આ મામલો  ફક્ત મક્કા ના મુશરિકો પૂરતો નથી આજના સમયમાં પણ એવા લોકો છે જે પોતાને મુસ્લિમ કહે છે તેઓ ગૈરુલ્લાહ અને પીરો વ ફકીરો ને સજદાહ તો કરે છે પણ તેમની સાથે એવો પ્રેમ રાખે છે કે જયારે તૌહીદ નુ નામ તેમના આગળ લેવામાં આવે તો તેમને એવી તકલીફ થાય છે જેવી કે મુશરિકે-મક્કા ને થતી હતી

છતા પણ મુશરિકે-મક્કા મુસીબતમાં બધા ને છોડીને ફકત અલ્લાહ ની જ મદદ માગતા હતા

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِذۡ تَبَرَّاَ الَّذِيۡنَ اتُّبِعُوۡا مِنَ الَّذِيۡنَ اتَّبَعُوۡا وَرَاَوُا الۡعَذَابَ وَ تَقَطَّعَتۡ بِهِمُ الۡاَسۡبَابُ (166)

166).જે સમયે સરદાર લોકો પોતાના તાબેદારોથી અલગ
થઈ જશે અને અઝાબને પોતાની આંખોથી જોઈ લેશે અને બધા સંબંધો તુટી જશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92