સુરહ બકરહ 167,168

PART:-97
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-167,168

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقَالَ الَّذِيۡنَ اتَّبَعُوۡا لَوۡ اَنَّ لَنَا كَرَّةً فَنَتَبَرَّاَ مِنۡهُمۡ كَمَا تَبَرَّءُوۡا مِنَّا ؕ كَذٰلِكَ يُرِيۡهِمُ اللّٰهُ اَعۡمَالَهُمۡ حَسَرٰتٍ عَلَيۡهِمۡؕ وَمَا هُمۡ بِخٰرِجِيۡنَ مِنَ النَّارِ (167)

167).અને તાબેદારો કેહવા લાગશે, કાશ અમે દુનિયા તરફ બીજીવાર જઈએ તો અમે પણ તેમનાથી આવી જ રીતે અલગ થઈ જઈએ જેવા તેઓ અમારાથી છે. તેવી જ રીતે અલ્લાહ તઆલા તેઓને તેમના કર્મો દેખાડશે તેમના પસ્તાવાને લીધે તેઓ કદાપિ જહન્નમમાથી નહીં નીકળી શકે.

તફસીર(સમજુતી):-

મૂર્તિપૂજક આખિરતમા પોતાના ધર્મગુરુઓ અને ધર્મચાર્યોની મજબૂરી અને ખયાનત પર અફસોસ કરશે પરંતુ આ અફસોસ થી કોઈ ફાયદો ન થશે, કાશ ! દુનિયામાં જ શિર્કથી તૌબા કરી લે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰٓاَيُّهَا النَّاسُ كُلُوۡا مِمَّا فِى الۡاَرۡضِ حَلٰلًا طَيِّبًا  ۖ وَّلَا تَتَّبِعُوۡا خُطُوٰتِ الشَّيۡطٰنِؕ اِنَّهٗ لَـكُمۡ عَدُوٌّ مُّبِيۡنٌ (168)

168). એ લોકો ! ધરતીમાં જેટલી પણ હલાલ(વૈધ) અને પવિત્ર વસ્તુઓ છે, તેને ખાઓ-પીઓ અને શયતાન ના રસ્તા પર ન ચાલો, તે તમારો ખુલ્લો દુશ્મન છે.

તફસીર(સમજુતી):-

એટલે કે શયતાન ના તાબેદાર બનીને અલ્લાહ ની હલાલ કરેલ વસ્તુઓ ને હરામ ન કહો જેવી રીતે મૂર્તિપૂજકોએ એ કર્યું કે પોતાની મૂર્તિના નામથી સમર્પિત જાનવરોને પોતાના માટે હરામ કરી લેતા હતા જેનુ વિસ્તૃત વર્ણન સૂરહ અલ-અન્આમમા આવશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92