39,40: સુરહ બકરહ(2)

PART:-25 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ.(2) કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) કુરઆનની આયત નં:-39,40👇 〰〰〰〰〰〰〰〰〰〰 وَ الَّذِیۡنَ کَفَرُوۡا وَ کَذَّبُوۡا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿٪۳۹﴾ 39).અને જેઓ તેને સ્વીકારવાનો ઇન્કાર કરશે અને અમારી આયતોને ખોટી ઠેરવશે, તેઓ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે. (રુકૂઅ-૪) ➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી):-39 આદમ અ.સ.ના લીધે, તમામ માનવજાતને સ્વર્ગમાં જવાનો રસ્તો બતાવવામાં આવે છે. અલ્લાહ કહે છે કે મારુ માર્ગદર્શન (જીવનશૈલી) પયગંબરો ધ્વારા તમારા સુધી પહોંચશે જે તેને સ્વીકારે છે, તે સ્વર્ગમાં અને અસ્વીકાર કરનારાઓ અલ્લાહની સજાને પાત્ર છે. 〰〰〰〰〰〰〰〰〰〰 یٰبَنِیۡۤ اِسۡرَآءِیۡلَ اذۡکُرُوۡا نِعۡمَتِیَ الَّتِیۡۤ اَنۡعَمۡتُ عَلَیۡکُمۡ وَ اَوۡفُوۡا بِعَہۡدِیۡۤ اُوۡفِ بِعَہۡدِکُمۡ ۚ وَ اِیَّایَ فَارۡہَبُوۡنِ ﴿۴۰﴾ 40).હે ઇસરાઈલની સંતાન ! જરા વિચાર કરો મારી તે નેઅમત...