Posts

Showing posts from November 26, 2020

સુરહ અલ્ અન્-આમ 56,57,58

 PART:-411            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~        નબીઓ પોતાની મરજીથી અઝાબ                 નથી લાવી શકતા                             =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ             આયત નં.:-56,57,58 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ قُلۡ اِنِّىۡ نُهِيۡتُ اَنۡ اَعۡبُدَ الَّذِيۡنَ تَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰهِ‌ؕ قُلْ لَّاۤ اَ تَّبِعُ اَهۡوَآءَكُمۡ‌ۙ قَدۡ ضَلَلۡتُ اِذًا وَّمَاۤ اَنَا مِنَ الۡمُهۡتَدِيۡنَ(56) (56). તમે કહી દો કે, “મને રોકવામાં આવ્યો છે કે તેમની બંદગી કરું જેમને અલ્લાહના સિવાય તમે પોકારો છો,” તમે કહી દો કે, “હું તમારી મનમાનીનું અનુસરણ નહિં કરું, કેમકે આવી હાલતમાં હું ભટકી જઈશ અને હિદાયત પર નહિં રહું." તફસીર(સમજુતી):- એટલે કે હું પણ તમારી જેમ અલ્લાહની ઈબાદતના બદલે, તમારી મરજી અનુસાર અલ્લાહના સિવાય બીજાની ઈબાદત કરવાનું શરૂ કરી દઉં તો જરૂર હું ભટકી જઈશ, અર્થાત