સુરહ અલ્ અઅ્-રાફ 7,8,9
PART:-458 ~~~~~~~~~~~~~ આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ અમલો(કર્મો) નું તોલમાપ થવું ======================= પારા નંબર:- 08 (7)સુરહ અલ્ અઅ્-રાફ આયત નં.:- 7,8,9 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ فَلَنَقُصَّنَّ عَلَيۡهِمۡ بِعِلۡمٍ وَّمَا كُنَّا غَآئِبِيۡنَ(7) (7). પછી અમે તેમના સામે ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું કે અમે કંઈ ગાયબ તો ન હતા. તફસીર(સમજુતી):- "ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું" એટલે કે દરેક વાતનું ઈલ્મ(જાણકારી) ચાહે એ જાહેર હોય કે પછી છુપાયેલી હોય તેની ખબર છે અને તેથી અમે ઉમ્મતીઓ અને પયગમ્બરો બંનેની સામે તમામ વાતોને બયાન કરીશું જે કંઈ પણ તેમણે કર્યું છે, તે...