સુરહ અલ્ અઅ્-રાફ 7,8,9

 PART:-458


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

       અમલો(કર્મો) નું તોલમાપ થવું

      

=======================        

     

        પારા નંબર:- 08

        (7)સુરહ અલ્ અઅ્-રાફ

         આયત નં.:- 7,8,9


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَلَنَقُصَّنَّ عَلَيۡهِمۡ بِعِلۡمٍ وَّمَا كُنَّا غَآئِبِيۡنَ‏(7)


(7). પછી અમે તેમના સામે ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું કે અમે કંઈ ગાયબ તો ન હતા.


તફસીર(સમજુતી):-


"ઈલ્મના સાથે અહેવાલ મૂકી દઈશું" એટલે કે દરેક વાતનું ઈલ્મ(જાણકારી) ચાહે એ જાહેર હોય કે પછી છુપાયેલી હોય તેની ખબર છે અને તેથી અમે ઉમ્મતીઓ અને પયગમ્બરો બંનેની સામે તમામ વાતોને બયાન કરીશું જે કંઈ પણ તેમણે કર્યું છે, તેમની સામે લાવી દેવામાં આવશે.


"ગાયબ તો ન હતા" એટલે કે અમે સાંભળી રહ્યા હતા અને જોઈ પણ રહ્યા હતાં, જ્યારે પણ તેઓ જે કંઈ પણ અમલ કરી રહ્યા હતાં.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَالۡوَزۡنُ يَوۡمَئِذِ اۨلۡحَـقُّ‌ ۚ فَمَنۡ ثَقُلَتۡ مَوَازِيۡنُهٗ فَاُولٰۤئِكَ هُمُ الۡمُفۡلِحُوۡنَ‏(8)


(8). અને તે દિવસે ઠીક વજન થશે પછી જેમના પલ્લાં ભારે હશે તેઓ જ કામયાબ હશે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَمَنۡ خَفَّتۡ مَوَازِيۡنُهٗ فَاُولٰۤئِكَ الَّذِيۡنَ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ بِمَا كَانُوۡا بِاٰيٰتِنَا يَظۡلِمُوۡنَ(9)


(9). અને જેમના પલ્લાં હલકા હશે, તો તે લોકો એવા હશે જેમણે પોતાનું નુકસાન કરી લીધું. કેમ કે તેઓ અમારી આયતોના સાથે જુલમ કરતા હતા.*


તફસીર(સમજુતી):-


આયત નંબર આઠ અને નવમા કર્મોને તોલવાનું વર્ણન કરવામાં આવ્યું છે. જે કયામતના દિવસે થશે, જેને પવિત્ર કુરઆનમાં અને હદીસોમાં ઘણી જગ્યાએ વર્ણન કરેલ છે. જેની નેકીઓનુ પલ્લુ વજનમાં ભારે હશે તે કામયાબ થશે. અને જેની નેકીઓનુ પલ્લુ હલકુ અને તેના બદલામાં બુરાઈઓનુ પલ્લુ ભારે હશે તે નાકામ અને નુકસાન ઉઠાવવા વાળો હશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92