સુરહ અલ્ અન્-આમ 164,165

 PART:-455


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

(૧). દરેક વ્યક્તિ પોતે જ પોતાના કર્મો નો જવાબદાર છે.

 

 (૨). અલ્લાહ એ આજમાઈશ માટે ખલિફા બનાવ્યા અને દરજ્જા જુદા જુદા આપ્યા.

      

=======================        

     

        પારા નંબર:- 08

        (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:- 164,165


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ اَغَيۡرَ اللّٰهِ اَبۡغِىۡ رَبًّا وَّهُوَ رَبُّ كُلِّ شَىۡءٍ‌ ؕ وَلَا تَكۡسِبُ كُلُّ نَـفۡسٍ اِلَّا عَلَيۡهَا‌ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِّزۡرَ اُخۡرٰى‌ ۚ ثُمَّ اِلٰى رَبِّكُمۡ مَّرۡجِعُكُمۡ فَيُنَبِّئُكُمۡ بِمَا كُنۡـتُمۡ فِيۡهِ تَخۡتَلِفُوۡنَ‏(164)


(164). તમે કહો કે શું હું અલ્લાહ સિવાય કોઈ બીજા રબની શોધ કરૂં, જ્યારે કે તે દરેક વસ્તુનો રબ છે? અને કોઈ વ્યક્તિ જે પણ કમાણી કરશે તે તેના ઉપર હશે, કોઈ બોજ ઉપાડનાર બીજા કોઈનો બોજ નહિ ઉપાડે, પછી તમારે તમારા રબ તરફ પાછા ફરવાનું છે તે તમારા મતભેદો વિશે તમને બતાવશે.


તફસીર(સમજુતી):-


અહીં રબથી આશય મા’બૂદ બનાવવું છે, જેનો મૂર્તિપૂજકો ઈન્કાર કરતા રહ્યા છે, અને જે તેના રબ હોવાની માંગ છે, પરંતુ મૂર્તિપૂજકો તેના રબ હોવાનું તો માનતા હતા અને તેમાં કોઈને પણ ભાગીદાર બનાવતા ન હતા, પરંતુ મા'બૂદ હોવામાં ભાગીદાર બનાવતા હતા.


એટલે કે અલ્લાહ અદલ અને ઈન્સાફ નો પૂરેપૂરો ખ્યાલ રાખશે, અને જેણે નેકી અથવા બુરાઈ જે પણ કરી હશે તેના પ્રમાણે ઈનામ અને સજા આપશે, નેકી પર સારું ઈનામ અને બુરાઈ પર સજા આપશે. અને એક નો બોજ કોઈ બીજા પર નાખવામાં નહીં આવે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَهُوَ الَّذِىۡ جَعَلَـكُمۡ خَلٰٓئِفَ الۡاَرۡضِ وَرَفَعَ بَعۡضَكُمۡ فَوۡقَ بَعۡضٍ دَرَجٰتٍ لِّيَبۡلُوَكُمۡ فِىۡ مَاۤ اٰتٰٮكُمۡ‌ؕ اِنَّ رَبَّكَ سَرِيۡعُ الۡعِقَابِ  ۖ وَاِنَّهٗ لَـغَفُوۡرٌ رَّحِيۡمٌ(165)


(165). અને તેણે જ તમને ધરતીમાં ખલીફા (પ્રતિનિધિ) બનાવ્યા અને એકના દરજ્જાને બીજા પર વધાર્યા જેથી જે કંઈ તમને આપવામાં આવ્યું તેમાં તમારી પરીક્ષા કરે,બેશક તમારો રબ જલ્દી સજા આપવાવાળો છે અને બેશક તે દરગુજર (માફ) કરવાવાળો અને દયાળુ પણ છે.


તફસીર(સમજુતી):-


ખલીફા એટલે કે એક ના પછી આવનાર બીજાને તેનો વારિષ(ખલીફા) બનાવ્યા


"એકના દરજ્જાને બીજા પર વધાર્યા" એટલે કે કોઈ ને શકલ વ સુરત થી, તો કોઈ ને માલ  દૌલતથી, તો કોઈ ને ઈલ્મ વ અકલથી, તો કોઈ ને સેહત અને બીમારીથી જેને જે કંઈ પણ આપવામાં આવ્યું છે તેના ઉપર તેની પરીક્ષા છે.


"બેશક તમારો રબ જલ્દી સજા આપવાવાળો છે" એટલે કે જો પછી પણ તમે કુફ્ર અપનાવશો તો જલ્દી સજા મળશે અને મૌત અને કયામત તો યકીનન આવશે જ, અને તે બહુ જ નજીક છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92