સુરહ અલ્ અઅ્-રાફ 4,5,6

 PART:-457


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

     ઈન્કાર પછી અલ્લાહનો નો અઝાબ

      

=======================        

     

        પારા નંબર:- 08

        (7)સુરહ અલ્ અઅ્-રાફ

         આયત નં.:- 4,5,6


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَمۡ مِّنۡ قَرۡيَةٍ اَهۡلَـكۡنٰهَا فَجَآءَهَا بَاۡسُنَا بَيَاتًا اَوۡ هُمۡ قَآئِلُوۡنَ(4)


(4). અને કેટલીય વસ્તીઓને અમે બરબાદ કરી દીધી અને તેમના ઉપર અમારો અઝાબ રાત્રિના સમયે પહોંચ્યો અથવા એવી હાલતમાં કે તેઓ બપોરના સમયે આરામ કરી રહ્યા હતા.


તફસીર(સમજુતી):-


શબ્દ (قَآئِلُوۡنَ) એ (قَیْلُوْلَۃ) થી છે જેનો અર્થ:-  “બપોરના સમયે જમીને આરામ કરવાને કહે છે.” એટલે કે અઝાબ અચાનક એવા સમયે આવ્યો જ્યારે કે તેઓ બેપરવા થઈ પોતાના બિસ્તરમાં આરામ કરી રહ્યા હતા.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَمَا كَانَ دَعۡوٰٮهُمۡ اِذۡ جَآءَهُمۡ بَاۡسُنَاۤ اِلَّاۤ اَنۡ قَالُوۡۤا اِنَّا كُنَّا ظٰلِمِيۡنَ(5)


(5). તો જ્યારે તેમના પાસે અમારો અઝાબ આવ્યો તો તેમની પોકાર ફક્ત એ જ રહી કે તેમણે કહ્યું, “અમે જ જાલિમ હતા."


તફસીર(સમજુતી):-


“અમે જ જાલિમ હતા." અઝાબ આવી ગયા પછી આવું કેહવુ કોઈ ફાયદો નથી, એટલે કે અઝાબને જોઈને ઈમાન લાવવું કબુલ નહીં થાય અને કોઈ નફો પણ નહીં થાય.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَلَنَسۡـئَــلَنَّ الَّذِيۡنَ اُرۡسِلَ اِلَيۡهِمۡ وَلَـنَسۡئَـــلَنَّ الۡمُرۡسَلِيۡنَ(6)


(6). પછી અમે તે લોકોની જરૂર પૂછપરછ કરીશું જેમના પાસે સંદેશો મોકલવામાં આવ્યો અને પયગંબરોથી પણ જરૂર પૂછપરછ કરીશું.


તફસીર(સમજુતી):-


ઉમ્મતોથી એ પૂછવામાં આવશે કે શું તમારા પાસે પયગંબર આવ્યા હતા? તેમણે અમારો સંદેશો પહોંચાડ્યો હતો? ત્યાં તેઓ જવાબ આપશે, “હા, અય અલ્લાહ! તારા પયગંબરો તો બેશક અમારા પાસે આવ્યા હતા પરંતુ અમારી જ બદનસીબી હતી કે અમે તેની ફીકર ન કરી”


અને પયગંબરોથી પૂછવામાં આવશે કે, તમે અમારો સંદેશો ઉમ્મતને પહોંચાડી દીધો? અને તેઓએ આના મુકાબલામાં શું કર્મો કર્યા ? પયગંબર જવાબ આપશે જેનું વિગતવાર વર્ણન પવિત્ર કુરઆનમાં ઘણી જગ્યાએ છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92