સુરહ અલ્ અઅ્-રાફ 1,2,3

 PART:-456


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

કુરઆન અને રસૂલુલ્લાહ(ﷺ) ની હદીસો નું પાલન કરવું ફરજીયાત છે

      

=======================        

     

        પારા નંબર:- 08

        (7)સુરહ અલ્ અઅ્-રાફ

         આયત નં.:- 1,2,3


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


الۤمّۤصۤ(1)


અલ્લાહના નામથી શરૂ કરૂ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.


(1). અલિફ-લામ-મીમ-સાદ.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


كِتٰبٌ اُنۡزِلَ اِلَيۡكَ فَلَا يَكُنۡ فِىۡ صَدۡرِكَ حَرَجٌ مِّنۡهُ لِتُنۡذِرَ بِهٖ وَذِكۡرٰى لِلۡمُؤۡمِنِيۡنَ‏(2)


(2). આ એક કિતાબ છે જે તમારા તરફ ઉતારવામાં આવી જેથી તેના વડે બાખબર કરવાથી તમારા દિલમાં તંગી પેદા ન થાય અને ઈમાનવાળાઓ માટે શિખામણ છે.


તફસીર(સમજુતી):-


"દિલમાં તંગી પેદા ન થાય" એટલે કે એવો વિચાર ન લાવવો કે કાફિરો મારો વિરોધ કરશે અને મને ઈજા પહોંચાડશે કારણકે અલ્લાહ જ તમારી હિફાઝત અને નિગરાની કરવાવાળો છે.

એટલા માટે દિલમાં કોઈ પણ શંકા પેદા ન કરશો. આમાં સંબોધન આપ(ﷺ) થાય છે, પરંતુ અસલ માં ઉમ્મતને શિખામણ આપવામાં આવે છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اِتَّبِعُوۡا مَاۤ اُنۡزِلَ اِلَيۡكُمۡ مِّنۡ رَّبِّكُمۡ وَلَا تَتَّبِعُوۡا مِنۡ دُوۡنِهٖۤ اَوۡلِيَآءَ‌ ؕ قَلِيۡلًا مَّا تَذَكَّرُوۡنَ(3)


(3). જે (ધર્મ વિધાન) તમારા રબ તરફથી ઉતારવામાં આવ્યા, તેનું પાલન કરો અને તેના સિવાય બીજા સંરક્ષકોનું અનુસરણ ન કરો, તમે લોકો ઘણી ઓછી શિખામણ પ્રાપ્ત કરો છો.


તફસીર(સમજુતી):-


"જે (ધર્મ વિધાન) તમારા રબ તરફથી" એટલે કે કુરઆન અને રસૂલુલ્લાહ(ﷺ) ની હદીસો નું પાલન કરવું જરૂરી છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92