સુરહ બકરહ 211,212
PART:-118 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-211,212 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ سَلۡ بَنِىۡٓ اِسۡرَآءِيۡلَ كَمۡ اٰتَيۡنٰهُمۡ مِّنۡ اٰيَةٍۢ بَيِّنَةٍ ؕ وَمَنۡ يُّبَدِّلۡ نِعۡمَةَ اللّٰهِ مِنۡۢ بَعۡدِ مَا جَآءَتۡهُ فَاِنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ(211) 211).ઈસરાઈલની સંતાનોને પૂછો કે અમે તેમને કેટલી સ્પષ્ટ નિશાનીઓ આપી અને જેઓ અલ્લાહ(તઆલા)ની ને’મત પોતાની પાસે પહોંચી ગયા પછી પણ બદલી નાખે (તેઓ જાણી લો) કે અલ્લાહ (તઆલા) પણ સખત સજાઓ આપવાવાળો છે. તફસીર(સમજુતી):- જેમ કે મૂસાની લાકડી, જેના વડે અમે જાદુગરોના જાદુને તોડ્યુ, સમુદ્રમાં રસ્તો બનાવ્યો, પથ્થરથી બાર ઝરણાં ફૂટી નીકળ્યા, વાદળોનો છાંયડો, મન્ન અને સલ્વાનું ઉતરવું, અને જે અલ્લાહ તઆલાની તાકાત અને અમારા પયગમ્બરોની સચ્ચાઈના સબૂત હતા, પરંતુ એના પછી પણ તેઓએ અલ્લા...