Posts

Showing posts from January 15, 2020

સુરહ બકરહ 181,182

             PART:-104          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-181,182 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡۢ بَدَّلَهٗ بَعۡدَمَا سَمِعَهٗ فَاِنَّمَآ اِثۡمُهٗ عَلَى الَّذِيۡنَ يُبَدِّلُوۡنَهٗؕ اِنَّ اللّٰهَ سَمِيۡعٌ عَلِيۡمٌؕ (181) 181).હવે જે માણસ તેને સાંભળ્યા પછી બદલી નાખે, તો તેનો ગુનોહ બદલવાવાળા પર જ હશે, બેશક અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે. તફસીર(સમજુતી):- એટલે કે મરનાર વ્યક્તિએ તો વસીયત કરી દીધી તેના પછી જો કોઈ પોતાના ફાયદા માટે વસીયતમા ફેરબદલ કરે તો તેનો ગુનોહ ફેરબદલ કરવાવાળા ના ઉપર આવશે કારણ કે અલ્લાહ ને બધી જ ખબર છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَمَنۡ خَافَ مِنۡ مُّوۡصٍ جَنَفًا اَوۡ اِثۡمًا فَاَصۡلَحَ بَيۡنَهُمۡ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (182) 182).હા, જેઓ વસીયત કરનારના પક્ષપાત અને ગુનાહથી ડરે અને જો તેઓ તેમનામાં એકબીજામાં સુધાર કરાવી આપે, તો તેમના પર ગુનોહ નથી,અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે. તફસીર(સમજુતી)

સુરહ બકરહ 179,180

              PART:-103          (Quran-Section)       (2)સુરહ બકરહ          આયત નં.:-179,180 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَ لَـكُمۡ فِى الۡقِصَاصِ حَيٰوةٌ يّٰٓـاُولِىۡ الۡاَلۡبَابِ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ (179) 179).અકલમંદો! કિસાસ (પ્રતિહત્યા, હત્યાદંડ)માં તમારા માટે જીવન છે, જેના કારણે તમે (કતલ કરવાથી) રોકાશો. તફસીર(સમજુતી):- જયારે કાતિલને ડ૨ હશે કે કતલના બદલામાં તેને પણ મારી નાખવામાં આવશે તો તે કોઇને પણ કતલ કરવાની હિંમત નહિં કરે અને જે સમાજમાં કતલના બદલામાં આ કાનૂન લાગુ થઈ જાય છે ત્યાં આ ડર સમાજને કતલ અને ખૂન વહેવડાવવાથી સલામત ૨ાખે છે જેનાથી સમાજમાં ઘણી સુખ શાંતિ રહે છે. આનું નિરિક્ષણ સઉદી અરબના સમાજમાં કરી શકાય છે જ્યાં ઈસ્લામી કાનૂનના પાલનને કારણે અલ્લાહની  ને'મતથી સુખ શાંતિનો માહોલ છે. ☘☘☘☘☘☘☘☘☘☘☘ كُتِبَ عَلَيۡكُمۡ اِذَا حَضَرَ اَحَدَكُمُ الۡمَوۡتُ اِنۡ تَرَكَ خَيۡرَا  ۖۚ اۨلۡوَصِيَّةُ لِلۡوَالِدَيۡنِ وَالۡاَقۡرَبِيۡنَ بِالۡمَعۡرُوۡفِۚ حَقًّا عَلَى الۡمُتّ