સુરહ બકરહ 181,182

             PART:-104
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-181,182

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

فَمَنۡۢ بَدَّلَهٗ بَعۡدَمَا سَمِعَهٗ فَاِنَّمَآ اِثۡمُهٗ عَلَى الَّذِيۡنَ يُبَدِّلُوۡنَهٗؕ اِنَّ اللّٰهَ سَمِيۡعٌ عَلِيۡمٌؕ (181)

181).હવે જે માણસ તેને સાંભળ્યા પછી બદલી નાખે, તો
તેનો ગુનોહ બદલવાવાળા પર જ હશે, બેશક અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે.

તફસીર(સમજુતી):-

એટલે કે મરનાર વ્યક્તિએ તો વસીયત કરી દીધી તેના પછી જો કોઈ પોતાના ફાયદા માટે વસીયતમા ફેરબદલ કરે તો તેનો ગુનોહ ફેરબદલ કરવાવાળા ના ઉપર આવશે કારણ કે અલ્લાહ ને બધી જ ખબર છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَمَنۡ خَافَ مِنۡ مُّوۡصٍ جَنَفًا اَوۡ اِثۡمًا فَاَصۡلَحَ بَيۡنَهُمۡ فَلَاۤ اِثۡمَ عَلَيۡهِؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ (182)

182).હા, જેઓ વસીયત કરનારના પક્ષપાત અને ગુનાહથી ડરે અને જો તેઓ તેમનામાં એકબીજામાં સુધાર કરાવી આપે, તો તેમના પર ગુનોહ નથી,અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

શબ્દ ( جَنَفًا ) નો અર્થ છે ભૂલ અથવા અવગણના થી કોઈ એક સંબંધી તરફ વધુ ઝુકાવ રાખીને, બીજાના હકનો નિકાલ કરવો અને શબ્દ( اثمًا) નો અર્થ ઇરાદાપૂર્વક કરવું.જે ગુનોહ છે

જેને સુધારવુ અને તેના પર અમલ  કરવો જોઇએ. આથી જાણવા મળ્યું કે વસીયતમા ન્યાયની ગોઠવણ કરવી જરૂરી છે, 

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92