સુરહ બકરહ 179,180

              PART:-103
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-179,180

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَ لَـكُمۡ فِى الۡقِصَاصِ حَيٰوةٌ يّٰٓـاُولِىۡ الۡاَلۡبَابِ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ (179)

179).અકલમંદો! કિસાસ (પ્રતિહત્યા, હત્યાદંડ)માં તમારા માટે જીવન છે, જેના કારણે તમે (કતલ કરવાથી) રોકાશો.

તફસીર(સમજુતી):-

જયારે કાતિલને ડ૨ હશે કે કતલના બદલામાં તેને પણ મારી નાખવામાં આવશે તો તે કોઇને પણ કતલ કરવાની હિંમત નહિં કરે અને જે સમાજમાં કતલના બદલામાં આ કાનૂન લાગુ થઈ જાય છે ત્યાં આ ડર સમાજને કતલ અને ખૂન વહેવડાવવાથી સલામત ૨ાખે છે જેનાથી સમાજમાં ઘણી સુખ શાંતિ રહે છે. આનું નિરિક્ષણ સઉદી અરબના સમાજમાં કરી શકાય છે જ્યાં ઈસ્લામી કાનૂનના પાલનને કારણે અલ્લાહની  ને'મતથી સુખ શાંતિનો માહોલ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

كُتِبَ عَلَيۡكُمۡ اِذَا حَضَرَ اَحَدَكُمُ الۡمَوۡتُ اِنۡ تَرَكَ خَيۡرَا  ۖۚ اۨلۡوَصِيَّةُ لِلۡوَالِدَيۡنِ وَالۡاَقۡرَبِيۡنَ بِالۡمَعۡرُوۡفِۚ حَقًّا عَلَى الۡمُتَّقِيۡنَؕ (180)

180).તમારા પર ફર્ઝ કરી દેવામાં આવે છે કે જ્યારે તમારામાંથી કોઈ મરવા લાગે અને માલ છોડી જતો
હોય, તો પોતાના માતા-પિતા અને રિતેદારોના માટે ભલાઈ સાથે વસીયત કરી જાય. પરહેઝગારો પર આ ફર્ઝ સ્પષ્ટ છે.

તફસીર(સમજુતી):-

વસીયત કરવાનો આ હુકમ વિરાસતની આયત ઉતરવાના પહેલા આપવામાં આવ્યો હતો. હવે તે રદ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92