સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

 PART:-497

~~~~~~~~   

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


મુસા(અ.સ.) ધ્વારા થયેલ ચમત્કારોને ફિરઔનના સરદારોએ જાદુ ઠેરવ્યું

       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 09 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 107,108,109,110,

      111,112 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


فَاَلۡقٰى عَصَاهُ فَاِذَا هِىَ ثُعۡبَانٌ مُّبِيۡنٌ‌(107)


وَّنَزَعَ يَدَهٗ فَاِذَا هِىَ بَيۡضَآءُ لِلنّٰظِرِيۡنَ(108)


(107). પછી પોતાની લાઠી નાખી દીધી તો અચાનક તે એક જીવતો જાગતો અજગર બની ગઈ.


(108). અને પોતાનો હાથ બહાર કાઢ્યો તો તે અચાનક બધા જોનારાઓની સામે ઘણો જ ચળકતો થઈ ગયો.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


એટલે કે અલ્લાહે મુસા અ.સ. ને જે બે મુઅઝિજે (ચમત્કારો) આપેલા તે તેમણે હાજીર કર્યા પોતાની સચ્ચાઈ માટે.

=======================


قَالَ الۡمَلَاُ مِنۡ قَوۡمِ فِرۡعَوۡنَ اِنَّ هٰذَا لَسٰحِرٌ عَلِيۡمٌ(109)


يُّرِيۡدُ اَنۡ يُّخۡرِجَكُمۡ مِّنۡ اَرۡضِكُمۡ‌ ۚ فَمَاذَا تَاۡمُرُوۡنَ(110)


قَالُوْآ اَرْجِهْ وَاَخَاہُ وَاَرْسِلْ فِی الْمَدَآئِنِ حٰشِرِیْنَ(111)


يَاۡتُوۡكَ بِكُلِّ سٰحِرٍ عَلِيۡمٍ‏(112)


(109). ફિરઔનની કોમના સરદારોએ કહ્યું, “આ મોટો માહિર જાદુગર છે.


(110). તે તમને તમારા દેશમાંથી કાઢી મૂકવા ચાહે છે પછી તમે લોકો શું અભિપ્રાય આપો છો?”


(111). તેમણે કહ્યું કે, “તમે તેને અને તેના ભાઈને સમય આપો અને શહેરમાં ભેગા કરવાવાળાઓને મોકલી દો.


(112). કે તેઓ બધા માહિર જાદુગરોને તમારા સામે લાવીને હાજર કરે."


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


ચમત્કારો જોઈને ઈમાન તો ન લાવ્યા બલ્કે  ફિરઔનની કોમના સરદારોએ તેને જાદુ ગણાવીને કહ્યું કે આ મોટો જાદુગર છે જેનો મકસદ તારી (ફિરઔનની) હુકૂમત ને ખતમ કરવાનો છે. ફિરઔનને બહેકાવવા સરદારોએ આવું કહ્યું કારણકે મુસા અ.સ. ના જમાનામાં જાદુ ચલણ વ્યાપક હતું.


હજરત મૂસાના સમયમાં જાદુગરોની ઘણી ઈજ્જત હતી એટલા માટે હજરત મૂસાએ રજૂ કરેલા ચમત્કારોને પણ તેમણે જાદુ સમજી જાદુ વડે તેનો તોડ કરવાની યોજના વિચારી. જેવી રીતે બીજી જગ્યાએ ફરમાવ્યું, “ફિરઓન અને તેના દરબારીઓએ કહ્યું કે, હે મૂસા! શું તું ચાહે છે કે પોતાના જાદુની તાકાતથી અમને પોતાની ધરતીમાં કાઢી મૂકે અને અમે પણ એના જેવો જાદુ મુકાબલામાં લાવીશું એના માટે કોઈ ખાસ જગ્યા અને સમય આપણે પોતે નક્કી કરીએ જેનું બંને પાલન કરીએ, હજરત મૂસાએ કહ્યું કે, સમારોહનો દિવસ અને ચાશ્તનો સમય છે આ મુજબ લોકો જમા થઈ જાય. (સૂરઃ તાહા, 57-59)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92