Posts

Showing posts from December 18, 2020

સુરહ અલ્ અન્-આમ 113,114

 PART:-434            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~      આખિરત પર વિશ્વાસ ન કરવાવાળા લોકો          ગુનાહીત કામો કરવા વધુ પ્રેરાય છે                      =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-113,114 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلِتَصۡغٰٓى اِلَيۡهِ اَفۡئِدَةُ الَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَةِ وَلِيَرۡضَوۡهُ وَلِيَقۡتَرِفُوۡا مَا هُمۡ مُّقۡتَرِفُوۡنَ(113) (113). અને જેથી તેમના દિલ તેમના તરફ વળે જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા અને તેઓ તેમનાથી ખુશ થઈ જાય અને તેવા જ ગુનાહો કરી લે જેવા તે લોકો કરતા હતા. તફસીર(સમજુતી):- એટલે કે શેતાનના બૂરા ઈરાદાઓના શિકાર તે લોકો થાય છે, જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા, અને આ સાચું છે કે જેવી રીતે લોકોના દિલોમાં આખિરતનું યકીન કમજોર થઈ રહ્યું છે તેને અનુરૂપ લોકો શેતાનની જાળમાં ફસાઈ રહ્યા છે. ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ اَفَغَيۡرَ اللّٰهِ اَ

સુરહ અલ્ અન્-આમ 111,112

 PART:-433            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~          (૧). નિશાનીઓ જોયા પછી પણ        જહાલત હક કબુલ નહીં કરવા દે              (૨). દરેક નબીના દુશ્મનો હોય છે જ                  =======================                           પારા નંબર:- 08             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-111,112 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَوۡ اَنَّـنَا نَزَّلۡنَاۤ اِلَيۡهِمُ الۡمَلٰٓئِكَةَ وَكَلَّمَهُمُ الۡمَوۡتٰى وَ حَشَرۡنَا عَلَيۡهِمۡ كُلَّ شَىۡءٍ قُبُلًا مَّا كَانُوۡا لِيُؤۡمِنُوۡۤا اِلَّاۤ اَنۡ يَّشَآءَ اللّٰهُ وَلٰـكِنَّ اَكۡثَرَهُمۡ يَجۡهَلُوۡنَ(111) (111). અને જો અમે તેમના પાસે ફરિશ્તાઓ ઉતારી દેતા, અને તેમના સાથે મડદાં વાતો કરતા, અને તેમના સામે દરેક વસ્તુ જમા કરી દેતા તો (પણ) અલ્લાહની ઈચ્છા વિના આ લોકો યકીન નહિ કરે, પરંતુ તેમનામાંથી વધારે પડતા લોકો બેવકૂફી કરી રહ્યા છે. તફસીર(સમજુતી):- એટલે કે તેઓની વારંવાર માંગ પ્રમાણે ફરિશ્તાઓ ઉ

સુરહ અલ્ અન્-આમ 109,110

 PART:-432            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~         નિશાની (ચમત્કાર) જોયા પછી           ઈમાન લાવવાની કસમ                          =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-109,110 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَاَقۡسَمُوۡا بِاللّٰهِ جَهۡدَ اَيۡمَانِهِمۡ لَئِنۡ جَآءَتۡهُمۡ اٰيَةٌ لَّيُؤۡمِنُنَّ بِهَا‌ ؕ قُلۡ اِنَّمَا الۡاٰيٰتُ عِنۡدَ اللّٰهِ‌ وَمَا يُشۡعِرُكُمۙۡ اَنَّهَاۤ اِذَا جَآءَتۡ لَا يُؤۡمِنُوۡنَ(109) (109). અને તેઓએ ભારપૂર્વક અલ્લાહની કસમ ખાધી કે તેમની પાસે કોઈ નિશાની આવી તો બેશક માની લેશે, તમે કહી દો કે, “નિશાનીઓ અલ્લાહ પાસે છે” અને તમને શું ખબર કે તે (નિશાનીઓ) આવી જાય તો પણ તેઓ નહિ માને. તફસીર(સમજુતી):- એટલે કે કોઈ મોટો ચમત્કાર જે તેમની મરજીથી હોય, જેમકે મૂસાની લાઠી, મડદાને જીવતા કરવા અને સમૂદની ઊટણી જેવા. ચમત્કાર જોવાની માંગ તેમની ખરાબ આદતોમાંથી

સુરહ અલ્ અન્-આમ 107,108

PART:-431            ~~~~~~~~~~~~~          આજની આયાતના વિષય           ~~~~~~~~~~~~~~            મુશરિકોના માબૂદો(પુજ્ય) ને                 અપશબ્દો ન કહો               =======================                           પારા નંબર:- 07             (6)સુરહ અલ્ અન્-આમ            આયત નં.:-107,108 ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ وَلَوۡ شَآءَ اللّٰهُ مَاۤ اَشۡرَكُوۡا ‌ؕ وَمَا جَعَلۡنٰكَ عَلَيۡهِمۡ حَفِيۡظًا‌ ۚ وَمَاۤ اَنۡتَ عَلَيۡهِمۡ بِوَكِيۡلٍ(107) (107). અને જો અલ્લાહ ઈચ્છત તો તેઓ શિર્ક ન કરતા અને અમે તમને આ લોકોના નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તમે તેમના માટે જવાબદાર છો. તફસીર(સમજુતી):- આનુ સ્પષ્ટીકરણ પહેલા આવી ગયુ છે કે અલ્લાહની મરજી બીજી વસ્તુ છે અને તેની ખુશી તો એમાં છે કે તેની સાથે કોઈને સામેલ કરવામાં ન આવે, પછી પણ મનુષ્યને તેના પર મજબૂર નથી કર્યો કેમ કે મજબૂરીમાં મનુષ્યની પરીક્ષા ન થઈ શકે, બલ્કે અલ્લાહ તઆલા પાસે એવી તાકાત છે કે તે ચાહે તો કોઈ મનુષ્ય શિર્ક કરવાની તાકાત ન રાખી