સુરહ અલ્ અન્-આમ 113,114

 PART:-434


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

  આખિરત પર વિશ્વાસ ન કરવાવાળા લોકો 

        ગુનાહીત કામો કરવા વધુ પ્રેરાય છે

                    

=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-113,114


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلِتَصۡغٰٓى اِلَيۡهِ اَفۡئِدَةُ الَّذِيۡنَ لَا يُؤۡمِنُوۡنَ بِالۡاٰخِرَةِ وَلِيَرۡضَوۡهُ وَلِيَقۡتَرِفُوۡا مَا هُمۡ مُّقۡتَرِفُوۡنَ(113)


(113). અને જેથી તેમના દિલ તેમના તરફ વળે જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા અને તેઓ તેમનાથી ખુશ થઈ જાય અને તેવા જ ગુનાહો કરી લે જેવા તે લોકો કરતા હતા.


તફસીર(સમજુતી):-


એટલે કે શેતાનના બૂરા ઈરાદાઓના શિકાર તે લોકો થાય છે, જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા, અને આ સાચું છે કે જેવી રીતે લોકોના દિલોમાં આખિરતનું યકીન કમજોર થઈ રહ્યું છે તેને અનુરૂપ લોકો શેતાનની જાળમાં ફસાઈ રહ્યા છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اَفَغَيۡرَ اللّٰهِ اَبۡتَغِىۡ حَكَمًا وَّهُوَ الَّذِىۡۤ اَنۡزَلَ اِلَيۡكُمُ الۡـكِتٰبَ مُفَصَّلاً‌ ؕ وَالَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡـكِتٰبَ يَعۡلَمُوۡنَ اَنَّهٗ مُنَزَّلٌ مِّنۡ رَّبِّكَ بِالۡحَـقِّ‌ فَلَا تَكُوۡنَنَّ مِنَ الۡمُمۡتَرِيۡنَ(114)


(114). તો શું હું અલ્લાહના સિવાય બીજા શાસકની શોધ કરૂ જ્યારે કે તેણે તમારા તરફ એક વિસ્તારપૂર્વક કિતાબ(કુરઆન) ઉતારી છે? અને અમે જે લોકોને કિતાબ આપી છે. તેઓ જાણે છે કે હકીકતમાં તે તમારા રબ તરફથી સત્યની સાથે છે, એટલા માટે તમે શંકા કરવાવાળા ન બનો.


તફસીર(સમજુતી):-


આપ(ﷺ) ને સંબોધન કરીને હકીકતમાં મુસલમાનોને તાલીમ આપવામાં આવી રહી છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92