સુરહ અલ્ અન્-આમ 107,108

PART:-431


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        મુશરિકોના માબૂદો(પુજ્ય) ને

                અપશબ્દો ન કહો

             

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-107,108


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَوۡ شَآءَ اللّٰهُ مَاۤ اَشۡرَكُوۡا ‌ؕ وَمَا جَعَلۡنٰكَ عَلَيۡهِمۡ حَفِيۡظًا‌ ۚ وَمَاۤ اَنۡتَ عَلَيۡهِمۡ بِوَكِيۡلٍ(107)


(107). અને જો અલ્લાહ ઈચ્છત તો તેઓ શિર્ક ન કરતા અને અમે તમને આ લોકોના નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તમે તેમના માટે જવાબદાર છો.


તફસીર(સમજુતી):-


આનુ સ્પષ્ટીકરણ પહેલા આવી ગયુ છે કે અલ્લાહની મરજી બીજી વસ્તુ છે અને તેની ખુશી તો એમાં છે કે તેની સાથે કોઈને સામેલ કરવામાં ન આવે, પછી પણ મનુષ્યને તેના પર મજબૂર નથી કર્યો કેમ કે મજબૂરીમાં મનુષ્યની પરીક્ષા ન થઈ શકે, બલ્કે અલ્લાહ તઆલા પાસે એવી તાકાત છે કે તે ચાહે તો કોઈ મનુષ્ય શિર્ક કરવાની તાકાત ન રાખી શકે. (જુઓ સૂર: અલ-બકરહ-253 અને સૂરઃ અલ-અનઆમ-35ની તફસીર)


આ વિષય પણ કુરઆન મજીદમાં ઘણી જગ્યાએ વર્ણન કરવામાં આવ્યો છે હેતુ નબી(ﷺ) નો પ્રચારકનો હોદ્દો અને બાખબર કરવાવાળી પદવીનું સ્પષ્ટીકરણ છે જે રિસાલતની માંગ છે અને આપ (ﷺ) ફક્ત આ હદ સુધી જવાબદાર હતા, આનાથી વધારે આપની પાસે જો અધિકાર હોત તો આપ(ﷺ) પોતાના પ્યારા કાકા અબૂ તાલિબને જરૂર મુસલમાન કરી દેતા, જેમના ઈસ્લામ ધર્મ કબૂલ કરવાની આપને ઘણી તમન્ના હતી.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَا تَسُبُّوا الَّذِيۡنَ يَدۡعُوۡنَ مِنۡ دُوۡنِ اللّٰهِ فَيَسُبُّوا اللّٰهَ عَدۡوًاۢ بِغَيۡرِ عِلۡمٍ ‌ؕ كَذٰلِكَ زَيَّنَّا لِكُلِّ اُمَّةٍ عَمَلَهُمۡ ۖ ثُمَّ اِلٰى رَبِّهِمۡ مَّرۡجِعُهُمۡ فَيُنَبِّئُهُمۡ بِمَا كَانُوۡا يَعۡمَلُوۡنَ(108)


(108). અને જેઓ અલ્લાહના સિવાય બીજાઓને પોકારે છે તેમને અપશબ્દો ન કહો નહિ તો દુશ્મન બનીને અજાણતા તેઓ અલ્લાહને અપશબ્દો કહેવા લાગશે, આ રીતે અમે દરેક ઉમ્મતના માટે તેમના કર્મોને આકર્ષક બનાવી દીધા છે, પછી તેમને તેમના રબ તરફ જ પાછા ફરવાનું છે એટલા માટે તે તેમને તેનાથી બાખબર કરશે જે તેઓ કરતા રહ્યા.


તફસીર(સમજુતી):-


આ મનાઈ તે કાનૂન આધારિત છે કે જો કોઈ જાઈઝ કામથી મોટી ખરાબી પેદા થતી હોય તો ત્યાં જાઈઝ કામને ન કરવું ઠીક છે, આ રીતે નબી(ﷺ) એ ફરમાવ્યું, કે તમે કોઈના માતાપિતાને ગાળ ન આપો જેથી તમે પોતે જ પોતાના માતાપિતાની ગાળનું કારણ બની જશો. (સહીહ મુસ્લિમ, કિતાબુલ ઈમાન, બાબ બયાનુલ કબાયર વ અકબરિહા) ઈમામ શોકાની લખે છે કે મનાઈના તરીકાનો આ મૂળ આધાર છે. (ફતહુલ કદીર).


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92