Posts

Showing posts from March 18, 2020

સુરહ આલે ઈમરાન 27,28

PART:-167          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-27,28                                      ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ تُوۡلِجُ الَّيۡلَ فِى النَّهَارِ وَتُوۡلِجُ النَّهَارَ فِى الَّيۡلِ‌  ۖوَتُخۡرِجُ الۡحَـىَّ مِنَ الۡمَيِّتِ وَتُخۡرِجُ الۡمَيِّتَ مِنَ الۡحَـىِّ‌ ۖ وَتَرۡزُقُ مَنۡ تَشَآءُ بِغَيۡرِ حِسَابٍ(27) 27).તું જ રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે, તું જ નિર્જીવમાંથી સજીવને પેદા કરે છે, અને સજીવમાંથી નિર્જીવને પેદા કરે છે, તુ જ છે કે જેને ઈચ્છે છે બેહિસાબ રોજી આપે છે. તફસીર(સમજુતી):- રાત્રિને દિવસમાં અને દિવસને રાત્રિમાં દાખલ કરવાનો મતલબ મોસમને બદલવાનું છે. એક મોસમમાં રાત્રિ લાંબી હોય છે તો દિવસ ટૂંકો અને બીજા મોસમમાં રાત્રિ ટૂંકી અને દિવસ લાંબો હોય છે એટલે કે ક્યારેક રાત્રિનો ભાગ દિવસમાં અને દિવસનો ભાગ રાત્રિમાં દાખલ કરી દે છે, જેનાથી રાત્રિ અને દિવસ નાના-મોટા થઈ જાય છે.  જેમ કે પહેલા વીર્ય માણસમાંથી નીક