(2).સુરહ બકરહ 98,99

PART:-58 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-98,99 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ مَنۡ کَانَ عَدُوًّا لِّلّٰہِ وَ مَلٰٓئِکَتِہٖ وَ رُسُلِہٖ وَ جِبۡرِیۡلَ وَ مِیۡکٰىلَ فَاِنَّ اللّٰہَ عَدُوٌّ لِّلۡکٰفِرِیۡنَ ﴿۹۸﴾ 98).જેઓ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના પયગંબરો અને જિબ્રઈલ અને મીકાઈલના દુશ્મનો છે, અલ્લાહ તે કાફિરોનો દુશ્મન છે. __________________________ وَ لَقَدۡ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ اٰیٰتٍۭ بَیِّنٰتٍ ۚ وَ مَا یَکۡفُرُ بِہَاۤ اِلَّا الۡفٰسِقُوۡنَ ﴿۹۹﴾ 99).અમે તમારા તરફ એવી આયતો અવતરિત કરી છે જે સ્પષ્ટપણે સત્યને જાહેર કરનારી છે અને તેના અનુસરણથી માત્ર તે જ લોકો ઇન્કાર કરે છે, જેઓ અવજ્ઞાકારી છે. તફસીર(સમજુતી):- એટલે કે, મુહમ્મદ (સ.અ.વ.) અમે તે નિશાનીઓ મોકલી છે જે તમારી નબુવતનો સ્પષ્ટ પુરાવો છે, યહૂદીઓની વિશિષ્ટ માહિતી, તેમની કિતાબોમાં છુપાયેલી વાતો, વગેરે વગેરે, આ બધું પવિત્ર કુરાનમા...