સુરહ બકરહ 279,280
PART:-152 (Quran-Section) (2)સુરહ બકરહ આયત નં.:-279,280 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ فَاِنۡ لَّمۡ تَفۡعَلُوۡا فَاۡذَنُوۡا بِحَرۡبٍ مِّنَ اللّٰهِ وَرَسُوۡلِهٖۚ وَاِنۡ تُبۡتُمۡ فَلَـكُمۡ رُءُوۡسُ اَمۡوَالِكُمۡۚ لَا تَظۡلِمُوۡنَ وَلَا تُظۡلَمُوۡنَ(279) 279).જો આમ નહિં કરો તો અલ્લાહ (તઆલા) અને તેના રસૂલથી લડવા માટે તૈયાર થઈ જાઓ. અને જો માફી માંગી લો તો તમારો અસલ માલ તમારો જ છે, ન તમે જુલમ કરો અને ન તમારા પર જુલમ કરવામાં આવે. તફસીર(સમજુતી):- આ એવી કડક ચેતવણી છે કે જે કોઈ બીજા ગુનાહ કરવા પર નથી આપી, એટલા માટે હજરત અ...