સુરહ આલે ઈમરાન 169,170
PART:-232 (Quran-Section) (3)સુરહ આલે ઈમરાન આયત નં.:-169,170 ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ وَلَا تَحۡسَبَنَّ الَّذِيۡنَ قُتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتًا ؕ بَلۡ اَحۡيَآءٌ عِنۡدَ رَبِّهِمۡ يُرۡزَقُوۡنَۙ(169) 169).અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા ગયા તેઓને મૃત ન સમજો પરંતુ તેઓ જીવિત છે, પોતાના રબને ત્યાં રોજી મેળવી રહ્યા છે. તફસીર(સમજુતી):- શહીદોની આ જિંદગી વાસ્તવિક છે કે કાલ્પનિક ? બેશક વાસ્તવિક છે, પરંતુ તેનું ઈલ્મ દુનિયાવાળાઓને નથી, જેવું કે કુરઆને સ્પષ્ટ કહી દીધું છે (જુઓ સૂરઃ અલ બકરહ-૧૫૪) પછી આ જિંદગીનો મતલબ શું છે ? કેટલાક કહે છે કબરોમાં તેમ...