સુરહ આલે ઈમરાન 169,170

PART:-232
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-169,170
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تَحۡسَبَنَّ الَّذِيۡنَ قُتِلُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتًا ‌ؕ بَلۡ اَحۡيَآءٌ عِنۡدَ رَبِّهِمۡ يُرۡزَقُوۡنَۙ(169)

169).અને જે લોકો અલ્લાહના માર્ગમાં માર્યા ગયા તેઓને મૃત ન સમજો પરંતુ તેઓ જીવિત છે, પોતાના રબને ત્યાં રોજી મેળવી રહ્યા છે.

તફસીર(સમજુતી):-

શહીદોની આ જિંદગી વાસ્તવિક છે કે કાલ્પનિક ? બેશક વાસ્તવિક છે, પરંતુ તેનું ઈલ્મ દુનિયાવાળાઓને નથી,
જેવું કે કુરઆને સ્પષ્ટ કહી દીધું છે (જુઓ સૂરઃ અલ બકરહ-૧૫૪) પછી આ જિંદગીનો મતલબ શું છે ? કેટલાક કહે છે કબરોમાં તેમની રૂહો (આત્મા) પાછી મોકલી દેવામાં આવે છે અને તેઓ અલ્લાહની આપેલ ને'મતો મેળવીને ખુશ થાય છે, કેટલાક કહે છે જન્નતના ફળોની ખુશબુ તેમને આવે છે, જેનાથી તેમની પવિત્ર આત્મા(પાક રૂહો) મગ્ન રહે છે, પરંતુ હદીસથી એક ત્રીજી સ્થિતિ સામે આવે છે જયારે કે તે જ સાચું છે, અને તે એ છે કે તેમની રૂહો લીલા રંગના પક્ષીઓના શરીરમાં અથવા છાતીમાં દાખલ કરી દેવામાં આવે છે અને તે જન્નતમાં ખાતી-પીતી ફરે છે અને ત્યાંની ને'મતોથી ફાયદો મેળવે છે. (ફતહુલ કદીર, સહીહ મુસ્લીમ, કિતાબુલ ઈમાર: )

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَرِحِيۡنَ بِمَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنۡ فَضۡلِهٖ ۙ وَيَسۡتَبۡشِرُوۡنَ بِالَّذِيۡنَ لَمۡ يَلۡحَقُوۡا بِهِمۡ مِّنۡ خَلۡفِهِمۡۙ اَ لَّا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ‌ۘ(170)

170).અલ્લાહ (તઆલા) એ પોતાની કૃપા જે તેમને આપી રાખી છે, તેનાથી તેઓ ઘણા ખુશ છે અને ખુશી મનાવી રહ્યા છે તે લોકોના વિષે જેઓ હજી સુધી
તેમનાથી મળ્યા નથી તેમના પાછળ છે, તે વાત પર કે તેમને ન કોઈ ડર છે અને ન કોઈ ગમ.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92