સુરહ આલે ઈમરાન 165,166

PART:-230
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-165,166
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَوَلَمَّاۤ اَصَابَتۡكُمۡ مُّصِيۡبَةٌ قَدۡ اَصَبۡتُمۡ مِّثۡلَيۡهَا ۙ قُلۡتُمۡ اَنّٰى هٰذَا‌ؕ قُلۡ هُوَ مِنۡ عِنۡدِ اَنۡفُسِكُمۡ ‌ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(165)

165). (શું વાત છે) કે જ્યારે તમારા પર એક મુસીબત પહોંચી તેનાથી બમણી તમે તેઓને પહોંચાડી છે તો તમે કહ્યું કે આ ક્યાંથી આવી (હે રસુલ) તમે કહી દો કે આ તમે પોતે પોતાના ઉપર નાખી છે, બેશક દરેક વસ્તુ પર
અલ્લાહ કુદરત ધરાવે છે.

તફસીર(સમજુતી):-

એટલે કે ઓહદની લડાઈમાં સીત્તેર મુસલમાન શહીદ થયા તો તમે પણ બદ્રની લડાઈમાં સીત્તેર કાફિર કત્લ કર્યા અને સીત્તેર જેટલાને કૈદી બનાયા હતાં

"અને પોતે પોતાના ઉપર નાખી છે" નો મતલબ કે ઓહદ ની લડાઈમાં જયારે તમને મોરચા બંદી માટે પહાડી પર ઉભું રહેવાનું કહ્યું તો તમે રસુલ( ﷺ) ની નાફરમાની કરીને ત્યાંથી હટી ગયાં

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَاۤ اَصَابَكُمۡ يَوۡمَ الۡتَقَى الۡجَمۡعٰنِ فَبِاِذۡنِ اللّٰهِ وَلِيَعۡلَمَ الۡمُؤۡمِنِيۡنَۙ‏(166)

166).અને બંને જૂથોના મુકાબલાના દિવસે તમને જે કંઈ
પહોંચ્યું તે અલ્લાહના હુકમથી પહોંચ્યું અને જેથી અલ્લાહ મુસલમાનોને સ્પષ્ટ રીતે જાણી લે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92