Posts

Showing posts from October 7, 2019
PART:- 04(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-કુરઆન શીખી જઈએ                           ઇન્શાલ્લાહ... ભાઈઓ હદીસો ને વિષય પ્રમાણે ક્રમમાં લાવવાનું કામ પૂર્ણ ના થઇ હોવાથી અમે એક નવું ચેપ્ટર "કુરાન શીખી જઈએ" ઇન્શાલ્લાહ ચાલુ કર્યું છે જેમાં કુરાનના કેટલાક ગ્રામર ના શબ્દો જે કુરાનમાં અનેક વાર આવે છે જેના વિશે આપણે જાણીશું અને તેનો અર્થ પણ સમજીશું 〰〰〰〰〰〰〰 📓સબક નં.01📓 〰〰〰〰〰〰〰 આ સબક માં આપણે છ શબ્દ શીખીશું👇📖📖👇 ه‍ُو، ه‍ُم، أَنْت، أَنَا، أَنْتُمْ، نَحْنُ હોવ, હુમ,અન્ત,અના,અન્તુમ નહ્નુ આ છ શબ્દ કુરાનમાં 1295 વખત આવ્યા છે. આ શબ્દને આપણે અર્થ સાથે યાદ કરી લઈશું અનેે સંપૂર્ણ સમજી લઈશું તો આપણા માટે બહુ જ આસાન થઈ જશે ه‍ُو             તે ه‍ُم             તેઓ أَنْت.            તમે أَنْتُمْ          ْ તમે બધા    أَنَا             હું نَحْنُ             અમે આ શબ્દને હાથથી ઈશારા કરીને બોલવાની પ્રેક્ટિસ અને સમજવાની ખૂબ જ કોશિશ કરજો જેથી આ શબ્દ તમને યાદ રહી જાય તો હવે પ્રેક્ટિસ કરતા રહેજો આના પછીની પોસ્ટ આવતા સુધી આ
PART:-04 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા આયતો પઢવાની શરૂ કરતાં પેહલા જરૂરી સૂચનાઓ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનનીઆયાતોશરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 مٰلِکِ یَوۡمِ الدِّیۡنِ ؕ﴿۳﴾ માલિકી-યવ્મ-મિદ્દિન બદલા (ન્યાય) ના દિવસનો માલિક છે. ➖➖➖➖➖➖➖➖➖ اِیَّاکَ نَعۡبُدُ وَ اِیَّاکَ نَسۡتَعِیۡنُ ઇય્યાક્-નઅ્બોદુ વ ઈય્યાક્-નસ્તઈન અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસેથી સહાય માગીએ છીએ. ➖➖➖➖➖➖➖➖➖ اِہۡدِ نَا الصِّرَاطَ الۡمُسۡتَقِیۡمَ ۙ﴿۵﴾ ઈહ્દીનસ્સ-સિરાતલ-મુસ્તકીમ અમને સીધો માર્ગ બતાવ. ➖➖➖➖➖➖➖➖➖ 📖📖📖📖📖📖📖📖📖    @તફસીર(સમજૂતી)@ 1). માલિકી શબ્દ અમુક કારીઓ લામ અને કાફ નીચે ઝેર લગાવી ને તિલાવત કરે છે જયારે અમુક કારીઓ કાફ પર ઝબર લગાવી ને તિલાવત કરે છે પણ બન્ને શબ્દ માં અર્થ ના બદલાય તે મહત્તવનુ છે માલિક કે જેની મિલ્કિયત હોય તમામ જહાનો(બ્રહ્માંડો) પર દિન એટલે દિવસ અહીંયા એક ખાસ દિવસ નો ઉલ્લેખ કરવામાં આવે છે તે દિવસ કયામત
PART:- 03(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:- કુરઆન વિશેષ કુરઆન ની શિક્ષા આ ધરતી પર અલ્લાહનો કલામ (અવાજ) છે, જેમાં તેણે પૃથ્વી પર રહેતા મનુષ્ય લોકોની  જવાબદારીઓ અને હક્કોને ખોલી ખોલીને(વિસ્તારથી) વર્ણન કર્યુ છે, જેથી તેઓ લોક અને પરલોક બંનેમાં સફળ થાય, પરંતુ તે ધ્યાનમાં આવ્યું છે કે આ બધી બાબતો  થી લોકો નિશ્ચિંત છે તેનાથી સંબંધિત નથી, જ્યારે કુરાનની મહાનતા અને ગરિમા એ છે કે જો તેનેં કોઈ પર્વત જેવી મોટી વસ્તુમાં જીવન હોત.  અને જો તેને કુરાન આપવામાં આવે તો તે ધ્રૂજવા માંડે,  જેમાં અલ્લાહ એ કુરઆન ની આયત માં કહ્યું👇👇👇 [જો મેં કુરાનને કોઈ પર્વત પર ઉતાર્યું હોત, તો તમે જોશો કે તે અલ્લાહના ડરથી ફાટવા માડશે  અને અમે આ વાતો લોકોને કહીએ છીએ કે જેથી તેઓ વિચારી શકે.]  (સુરાહ-અલ-હાશર,આયત - 21) માણસો આવા મહાન કુરાનનો આદર કરતા ન હતા, તેથી પયગમ્બર ફરિયાદ કરશે, જેને કુરઆન માં આવી રીતે વર્ણન કર્યું છે👇👇👇 [રસુલ કહેશે," હે રબ!  ચોક્કસપણે મારી જાતિના લોકોએ આ કુરાન છોડી દીધી છે.  "» (સુરા - 25, અલ-ફુરકાન, શ્લોક - 30)]      🌍 કુરાન દરેક મા

સુરહફાતેહા

PART:-03 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા કુરઆનઅનેસુરહફાતેહાશરૂકરતાં પેહલાજરૂરીસૂચનાઓ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)  👇કુરઆનનીઆયાતોશરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ➖➖➖➖➖➖➖➖➖અલ્લાહ ના નામ થી શરૂ કરું છું જે બહુ જ મેહરબાન અત્યંત દયા કરવાવાળો છે اَلۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ۙ﴿۱﴾ અલ-હમ્દુલિલ્લાહી રબ્બીલ-આલમીન પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે. ➖➖➖➖➖➖➖➖➖ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ ۙ﴿۲﴾ અર-રહમાનિર રહીમ બહુ જ મેહરબાન અત્યંત દયા કરવાવાળો છે ➖➖➖➖➖➖➖➖➖ 📖📖📖📖📖📖📖📖📖 @તફસીર(સમજૂતી)@ સુરાહ ફાતિહા કુરાનની પહેલી સુરા છે, જેનો હદીસોમાં ખૂબ મહત્વ છે. ફાતિહા એટલે શરૂઆત થાય છે, તેથી તેને અલ્ફાતિહા એટલે કે ફાતિહાતુલ કિતાબ કહેવામાં આવે છે. તેના અન્ય ઘણા નામ હદીસોથી સાબિત થયા છે. તે મક્કી સુરહ છે  મક્કી એટલે જે સુરહ હિજરત (13 નબુવાત) ના પહેલા ઉતરી હો

હદીષ ની કિતાબ વિષે

PART:- 02(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:- હદીષ અને તેની કિતાબ વિષે (2) હદીષ ની કિતાબ વિષે  હદીષ ની મુખ્ય કિતાબો આ પ્રમાણે છે    (1)  @__સાહિહ બુખારી__@ સહીહ બુખારીના લેખક ઇમામ અબુ - અબ્દુલ્લાહ - મુહમ્મદ બિન ઇસ્માઇલ બુખારી, જેમનો જન્મ સન. 194 હિજરીમાં થયો હતો, અને 256 હિજરીમાં તેનું અવસાન થયું. આ પુસ્તકની બધી હદીષો સાચી છે, જેમની સંખ્યા પુનરાવર્તન વિના 2602 થઈ જાય છે. પુનરાવર્તનવાળી સ્થિતિમાં 9082 છે, જેમ કે આ પુસ્તકના પ્રખ્યાત વિવેચક હાફિઝ ઇબને-હજારે તેમની પુસ્તક ફત્હુલબારીમાં નોંધ્યું છે. 2.  @__સાહિહ મુસ્લિમ__@ સહીહ મુસ્લિમ ના લેખક ઇમામ મુસ્લિમ - બિન - હજ્જાજ નેશાપુરી છે, જેમનો જન્મ સન.204 હિજરીમાં થયો હતો.  અને 261 હિજરીમાં તેમનું અવસાન થયું. આ પુસ્તકની બધી હદીસો પણ યોગ્ય છે, જેમની સંખ્યા પુનરાવર્તન વિના 3033 છે અને પુનરાવર્તનના કિસ્સામાં.  7390 છે. જેમ કે મશહૂર-બિન-હસને તેમની પુસ્તક 'ઇમામ મુસ્લિમ અને તમારી પુસ્તક સાહિહ મુસ્લિમ'માં જણાવ્યું છે. 3. @__સુનન અબુ દાઉદ__@  આ કિતાબ ના લેખક ઇમામ અબુ - દાઉદ છે, જેમનો જ
PART:- 02 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:- અરબી અને કુરઆન ની              સમજુતી આગળ આપણે અરબી ની સમજુતી જોઈ હવે કુરઆન વિષે ટૂંકી સમજ મેળવ્યે (2) કુરઆન ની સમજુતી અલ્લાહ તરફથી આ અંતિમ ગ્રન્થ જે અંતિમ નબી મુહમ્મદ (સ.અ.વ) પર ત્રેવીસ વર્ષો માં સંપૂર્ણ ઉતર્યા સૌથી પેહલા આ ગ્રન્થ નબી સ.અ.વ  ના હ્દય પર અંકિત થઈ જતો પછી નબી સ.અ.વ જુબાની થી સંભળાવતા અને તેમના સહાબાઓ(સાથીઓ) યાદ કરી લેતા અને પછી નબી સ.અ.વ ના  આદેશ થી અલગ અલગ વસ્તુઓ પર લખાય જાય પછી જયારે અબુ બક્ર રઝી. ખલીફા બન્યા તો એમણે અલગ અલગ વસ્તુઓ પર લખાવેલા કુરઆન ના અંશો ને ભેગી કરી દીધા પછી જયારે ઉસ્માન રઝી. ખલીફા બન્યા તો તેમણે આ ગ્રન્થ ની વધારે ને વધારે કોપીઓ બનાવી ને પુરી ઈસ્લામી દુનિયા માં મોકલાવી દીધી અને આજ સુધી એજ કોપીઓ ના અનુસાર કુરઆન ની કોપીઓ પ્રકાસિત થાય છે અને આજ પ્રકારે કયામત સુધી કુરઆન ની સુરક્ષા ની અલ્લાહ એ જવાબદારી લઈને કુરઆનમાં કહ્યું [નિશંકા કુરઆન ને મેં જ ઉતાર્યું છે અને નિશંકા હું જ આનો રક્ષક છું]      (સુરહ:-15,આયત:-9) કુરઆન હવે સંસારમાં એકમાત્ર ઈશ્વરીય ગ્રન્થ છે જે અત્યાર સુધી સ

અરબી અને કુરઆન ની સમજુતી

PART:- 01 બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્સલામુ અલયકુમ વિષય:-અરબી અને કુરઆન ની              સમજુતી સુરહ ફાતેહા ની શરૂઆત કરતાં પહેલા આપણે અરબી ભાષા અને કુરઆન વિષે શકય તેટલી માહિતી મેળવ્યે,સમજુતી માં 5000 થી વધારે શબ્દ હોવાને લીધે અમૂક પાર્ટસ છોડી દીધા છે મૅન પોઈન્ટ ને આવરી લીધા છે. (1)અરબી ની સમજુતી અરબી ભાષા વિશ્વની બધી ભાષાઓમાં શ્રેષ્ઠ અને સૌથી જૂની છે.  કુરાન આ ભાષામાં છે  ઇતિહાસકારોનું માનવું છે કે અરબી ભાષા લગભગ ૨૦૦૦ ઇસવી સન પૂર્વ બોલાતી હતી. ઈભ્રાહિમ (અ.સ) ના પુત્ર ઇસ્માઈલ (અ.સ) પણ આ ભાષાનો ઉપયોગ કરતા હતા.  કારણ કે તેમના સસુરાલ ના  લોકોની ભાષા પણ અરબી હતી, જે યમનના જુર્હમ સમુદાયના હતા. અરબ ના પ્રાચીન સમુદાયો જેવા કે તસ્મ,જુડૈસ અને પ્રથમ આદ વગેરે  પણ ફક્ત અરબી ભાષાનો ઉપયોગ કરતા હતા તેથી કેટલાક વિદ્વાનોનું માનવું છે કે અરબી ભાષા ખરેખર ઈબરાની, અરામી, આશુરી તથા ફિનકી વગેરે ભાષાઓની માતા કેહવાય તેથીજ ધણા શબ્દ આજે પણ આ ભાષાઓમાં અને અરબી ભાષા માં એક જેવા હોય છે  પરંતુ અન્ય વિદ્વાનો આ ભાષાઓને એકબીજાની બહેન ગણે છે, કારણ કે આ પણ એટલી જ પ્રાચીન છે જેટલી અરબી.    પરંતુ