PART:- 02

અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:- અરબી અને કુરઆન ની             
સમજુતી

આગળ આપણે અરબી ની સમજુતી જોઈ હવે કુરઆન વિષે ટૂંકી સમજ મેળવ્યે

(2) કુરઆન ની સમજુતી

અલ્લાહ તરફથી આ અંતિમ ગ્રન્થ જે અંતિમ નબી મુહમ્મદ (સ.અ.વ) પર ત્રેવીસ વર્ષો માં સંપૂર્ણ ઉતર્યા
સૌથી પેહલા આ ગ્રન્થ નબી સ.અ.વ  ના હ્દય પર અંકિત થઈ જતો પછી નબી સ.અ.વ જુબાની થી સંભળાવતા અને તેમના સહાબાઓ(સાથીઓ) યાદ કરી લેતા અને પછી નબી સ.અ.વ ના  આદેશ થી અલગ અલગ વસ્તુઓ પર લખાય જાય

પછી જયારે અબુ બક્ર રઝી. ખલીફા બન્યા તો એમણે અલગ અલગ વસ્તુઓ પર લખાવેલા કુરઆન ના અંશો ને ભેગી કરી દીધા

પછી જયારે ઉસ્માન રઝી. ખલીફા બન્યા તો તેમણે આ ગ્રન્થ ની વધારે ને વધારે કોપીઓ બનાવી ને પુરી ઈસ્લામી દુનિયા માં મોકલાવી દીધી અને આજ સુધી એજ કોપીઓ ના અનુસાર કુરઆન ની કોપીઓ પ્રકાસિત થાય છે

અને આજ પ્રકારે કયામત સુધી કુરઆન ની સુરક્ષા ની અલ્લાહ એ જવાબદારી લઈને કુરઆનમાં કહ્યું

[નિશંકા કુરઆન ને મેં જ ઉતાર્યું છે અને નિશંકા હું જ આનો રક્ષક છું]
     (સુરહ:-15,આયત:-9)

કુરઆન હવે સંસારમાં એકમાત્ર ઈશ્વરીય ગ્રન્થ છે જે અત્યાર સુધી સુરક્ષિત છે અને કયામત સુધી સુરક્ષિત રેહશે

અત્યાર ના સમયમાં કુરઆન નુ સૌથી મોટું પ્રિન્ટીગ પ્રૈસ મદીના સાઉદી અરબ માં છે જેનું નામ "શાહ ફહદ કુરઆન પ્રેસ સંસ્થાન" છે જેની સ્થાપના 30 ઑકટૉબર, 1984 માં થઈ અને ત્યાંથી સન 2000 ઈ. સુધી કુરઆન ની ડોઢ કરોડ થી પણ વધારે કોપીઓ પ્રકાશિત થઈ ચુકી છે

 કુરઆન ની અંદર શિફા(આરોગ્ય) અને રહમત (દયાલુતા) છે દરેક પ્રકારની માનસિક તથા શારીરિક રોગો થી મુક્તિ આપે છે એટલા માટે જરૂરી છે કે તેના પર ઈમાન લાવવું જોઈએ

કિતાબ:- કુર્આન મજીદ કી ઈન્સાઇક્લોપિડીયા
લેખક:- પ્રો.ડો.મુહમ્મદ જિયાઉરહમાન આજમી (મદીના મુન્વ્વરા)
ચેપ્ટર:-કુરઆન, પૅઝ ન.197

 આમ તો કુરઆન ની વિશેષતાઓ વિષે આખેઆખી કિતાબો છે પણ આપણે આ વિષય ને પુરો કરીને સુરહ ફાતેહા ની શરૂઆત કરીશું ઈન્શાઅલ્લાહ
                       સમાપ્ત...

ભુલચુક માટે ઍડમીન ને વૉટ્સઅપ કરો સલાહ સુચન આવકાર્ય
 મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇












Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92