સુરહફાતેહા

PART:-03

અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહફાતેહા

કુરઆનઅનેસુરહફાતેહાશરૂકરતાં પેહલાજરૂરીસૂચનાઓ



કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

 👇કુરઆનનીઆયાતોશરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
➖➖➖➖➖➖➖➖➖અલ્લાહ ના નામ થી શરૂ કરું છું જે બહુ જ મેહરબાન અત્યંત દયા કરવાવાળો છે

اَلۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ۙ﴿۱﴾
અલ-હમ્દુલિલ્લાહી રબ્બીલ-આલમીન

પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે.
➖➖➖➖➖➖➖➖➖
الرَّحۡمٰنِ الرَّحِیۡمِ ۙ﴿۲﴾
અર-રહમાનિર રહીમ


બહુ જ મેહરબાન અત્યંત દયા કરવાવાળો છે
➖➖➖➖➖➖➖➖➖
📖📖📖📖📖📖📖📖📖

@તફસીર(સમજૂતી)@

સુરાહ ફાતિહા કુરાનની પહેલી સુરા છે, જેનો હદીસોમાં ખૂબ મહત્વ છે.
ફાતિહા એટલે શરૂઆત થાય છે, તેથી તેને અલ્ફાતિહા એટલે કે ફાતિહાતુલ કિતાબ કહેવામાં આવે છે. તેના અન્ય ઘણા નામ હદીસોથી સાબિત થયા છે.

તે મક્કી સુરહ છે  મક્કી એટલે જે સુરહ હિજરત (13 નબુવાત) ના પહેલા ઉતરી હોય, પછી ભલે તે મક્કા અથવા તેની આસપાસ અવતરીત હોય.

મદની એ સુરહ ને કેહવાય જે હિજરત પછી અવતરીત થઈ પછી ભલે મદિના અથવા આસપાસના વિસ્તારો, અથવા તેમનાથી દૂર અવતરીત થઈ હોય

સુરહ ફાતેહા કુરઆન ની પહેલી સુરહ પર નહીં પરંતુ પુરેપુરી સંપૂર્ણ નાઝિલ થનારી પેહલી સુરહ છે

આ સિવાય સુરહ ફાતેહા ની સમજૂતી ખૂબ જ વધારે છે જેનુ ટૂંકમાં વર્ણન કરીએ છે

બિસ્મિલ્લાહ થી સહાબાએઓ અલ્લાહની કિતાબ ની શરૂઆત કરેલી વિદ્વાનોનો વચ્ચે  મતભેદ છે કે આ સુરાહ નમ્લ ની એક આયાત છે આમાં પણ મતભેદ છે કે તે દરેક સુરતની આયાત છે કાં તો પછી એક સુરા ને બીજી સુરતથી અલગ કરવા માટે શરૂઆતમાં આવે છે આ દરેક બાબતોમાં વિદ્વાનોનું મતભેદ છે

(1).અલ-હમ્દુલિલ્લાહ ના બે અર્થ થાય છે એક ખુબ જ વખાણ ને ને વખાણ ને ને લાયક બીજો ખૂબ જ શુક્ર કરવાનો કાયનાત ની તમામ વસ્તુઓમાં અલ્લાહની કુદરત છે જેના આપણે વખાણ કરીએ તો તે વખાણ તેને બનાવનાર અલ્લાહ ના થાય થાય

બીજું કે અલ્લાહ એ આપણને એ તમામ નેઅેમતો આપી છે જેનો આપણે ફાયદો ઉઠાવ્યે છે અને તેનો શુક્ર કરીએ

રબ શબ્દ એ પણ અલ્લાહ નુ એક નામ જેનો મતલબ તે બધાની જરૂરિયાત પુરી કરે તેને કોઈ ની જરૂર નથી

આલમીન એટલે તમામ જહાનોમા તેણે બનાવેલી તમામ મખલુકાત(જીવસૃષ્ટિ) પર તેની મરજી ચાલે છે

(2).અર-રહેમાન એટલે બહુ જ મહેરબાન એટલો મહેરબાન કે તેના બંદાઓના ગુનાહોને  ખતાઓને માફ કરે છે તે માફીને ખૂબ જ પસંદ કરે છે

અર-રહીમ તે તેના દરેક બંદાઓ પર દયા કરે છે અને તેને રોઝી(જીવીકા) પહોંચાડે છે તેની જરૂરિયાતોને પુરી કરે છે

પછી તે બંદો કાફિર હોય કે તેની નાફરમાની કરતો હોય પંરતુ તે બધાને રોઝી(જીવીકા) આપે છે


નોંધ:- ગુજરાતી ઉચ્ચારણમાં વ્યાકરણ ના લીધે કોઈ પણ ભુલ હોય જેનાથી અર્થ બદલાતો હોય ઍડમીન ને વૉટ્સઅપ કરે

મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇












Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92