અરબી અને કુરઆન ની સમજુતી

PART:- 01

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
અસ્સલામુ અલયકુમ


વિષય:-અરબી અને કુરઆન ની             
સમજુતી

સુરહ ફાતેહા ની શરૂઆત કરતાં પહેલા આપણે અરબી ભાષા અને કુરઆન વિષે શકય તેટલી માહિતી મેળવ્યે,સમજુતી માં 5000 થી વધારે શબ્દ હોવાને લીધે અમૂક પાર્ટસ છોડી દીધા છે મૅન પોઈન્ટ ને આવરી લીધા છે.

(1)અરબી ની સમજુતી

અરબી ભાષા વિશ્વની બધી ભાષાઓમાં શ્રેષ્ઠ અને સૌથી જૂની છે.  કુરાન આ ભાષામાં છે
 ઇતિહાસકારોનું માનવું છે કે અરબી ભાષા લગભગ ૨૦૦૦ ઇસવી સન પૂર્વ બોલાતી હતી.

ઈભ્રાહિમ (અ.સ) ના પુત્ર ઇસ્માઈલ (અ.સ) પણ આ ભાષાનો ઉપયોગ કરતા હતા.  કારણ કે તેમના સસુરાલ ના
 લોકોની ભાષા પણ અરબી હતી, જે યમનના જુર્હમ સમુદાયના હતા.

અરબ ના પ્રાચીન સમુદાયો જેવા કે તસ્મ,જુડૈસ અને પ્રથમ આદ વગેરે  પણ ફક્ત અરબી ભાષાનો ઉપયોગ કરતા હતા તેથી કેટલાક વિદ્વાનોનું માનવું છે કે અરબી ભાષા ખરેખર ઈબરાની, અરામી, આશુરી તથા ફિનકી વગેરે ભાષાઓની માતા કેહવાય

તેથીજ ધણા શબ્દ આજે પણ આ ભાષાઓમાં અને અરબી ભાષા માં એક જેવા હોય છે

 પરંતુ અન્ય વિદ્વાનો આ ભાષાઓને એકબીજાની બહેન ગણે છે, કારણ કે આ પણ એટલી જ પ્રાચીન છે જેટલી અરબી.
 
 પરંતુ તેમની માતા વિશે આત્મવિશ્વાસ સાથે કોઈ માન્યતા નથી તે કોણ છે?  કેટલાક પશ્ચિમી વિદ્વાનો માને છે કે તેની માઅ 'સામી' છે અને "અરબી ભાષા" "સામી ભાષા" થી સૌથી વધારે નજીક છે કારણ કે અરબી ભાષા ના ધણા શબ્દ અને વ્યાકરણ ના નિયમ "સામી" ભાષાના હોય છે
કુર્આન નાઝિલ  થવાના સમયે અરબી ભાષા ખુબજ તરક્કી કરી ગઈ હતી

મકકા માં ઉકાજ નામના બજારમાં અરબી ના મહાન કવિઓ દર વર્ષે ભેગી થાય ને પોતપોતાની કવિતાઓ સંભળાવતા

 પરંતુ કુર્આન ની અરબી સાભળીને આ કવિઓ અચરજ થઈ ગયા કારણ કે તેઓ માનતા કે અમારા થી સારી અરબી કોઈને નથી આવડતી એટલા માટે જયારે કુરઆન અત્યંત મધુર અને વ્યવ્હારિક ભાષા માં નબી(સ.અ.વ) પર ઉતરવા લાગ્યું જે સ્વયં લખવા ભણવાનું જાણતા ન હતા તો આ કવિઓ દંગ રહી ગયા

એટલા માટે કુરઆન માં આ એલાન કરવામાં આવ્યું કે"આ કોઇ મનુષ્ય ની વાણી નથી પરંતુ આ તો અલ્લાહ ની વાણી છે"

અરબી ભાષા નુ વ્યાકરણ એવા સમયે લખાવ્યું જયારે ઈસ્લામ ધર્મ અરબ દેશોમાંથી નિકળીને  અન્ય દેશોમાં ફેલાવવા માંડયો જયાં લોકો અરબી જાણતા ન હતા


એટલા માટે કેહવાય છે કે 'અબુલ-અસ્વદ દુવલી'(મુત્યુ ૭૯હિજરી) પેહલા વ્યક્તિ છે જેમણે અરબી નુ વ્યાકરણ તૈયાર કર્યું, આના વગર અબ્દુલ્લાહ-બિન-ઈસ્હાક-હજરમી (મુત્યુ ૧૧૭ હિ.),
ઈસા-બિન-ઉમર સકફી (મુત્યુ ૧૪૯ હિ.)
અને અબુ અમ્ર બિન અલા (મુત્યુ ૧૫૪ હિ.) ને વ્યાકરણ ની પુસ્તકો લખી
 અને સૌથી વધુ પ્રખ્યાત પુસ્તક 'સીબવૈહ'(મુત્યુ ૧૮૦હિ.) નું હતું જેનુ નામ એમણે અલ-કિતાબ રાખ્યું

 અરબી ભાષા ને સરલ બનાવવા ધણી પુસ્તક લખાઇ જેમાની પ્રસિદ્ધ પુસ્તકો આ છે
૧. અલી જારિમ તથા મુસ્તફા અમીન ની 'અન્નહવુલવાજેહ.
૨.મુસ્તફા ગલાયની ની 'જામે-દરુસ અર્બીયહ'
૩. ભારત ના પ્રસિદ્ધ અરબી વિદ્વાન ડૉ.એફ અબ્દુરહીમ ની 'દુરુસુલલુગતુલ અર્બીયહ' જે સર્વે પ્રથમ મદીના યુનિવર્સિટી થી પ્રકાસિત થઈ અને પછી ભારત, પાકિસ્તાન, તુર્કી, ઈગ્લેન્ડ,કોરિયા, રુસ,અમેરિકા વગેરે દેશોમાં પ્રકાસિત થઈ ગઈ

અરબી ભાષા આસાનીથી શીખી શકાય છે અને આ કુરઆન નો જ ચમત્કાર છે કે અરબી ભાષા આજે પણ સુરક્ષિત છે જેવી રીતે આજથી સેકડો વર્ષ પેહલા હતી બાકી અન્ય ભાષા ઓ તો ચાર પાંચ વર્ષો માં બદલાઈ જાય છે


કિતાબ:- કુર્આન મજીદ કી ઈન્સાઇક્લોપિડીયા
લેખક:- પ્રો.ડો.મુહમ્મદ જિયાઉરહમાન આજમી (મદીના મુન્વ્વરા)
ચેપ્ટર:-અરબી, પૅઝ ન.62

                    અધુરું પછી....
                 To be continue...





Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92