PART:- 03(હદીષ વિભાગ)

અસ્સલામુ અલયકુમ
    બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:- કુરઆન વિશેષ

કુરઆન ની શિક્ષા આ ધરતી પર અલ્લાહનો કલામ (અવાજ) છે, જેમાં તેણે પૃથ્વી પર રહેતા મનુષ્ય લોકોની  જવાબદારીઓ અને હક્કોને ખોલી ખોલીને(વિસ્તારથી) વર્ણન કર્યુ છે,

જેથી તેઓ લોક અને પરલોક બંનેમાં સફળ થાય, પરંતુ તે ધ્યાનમાં આવ્યું છે કે આ બધી બાબતો  થી લોકો નિશ્ચિંત છે તેનાથી સંબંધિત નથી,

જ્યારે કુરાનની મહાનતા અને ગરિમા એ છે કે જો તેનેં કોઈ પર્વત જેવી મોટી વસ્તુમાં જીવન હોત.  અને જો તેને કુરાન આપવામાં આવે તો તે ધ્રૂજવા માંડે, 

જેમાં અલ્લાહ એ કુરઆન ની આયત માં કહ્યું👇👇👇

[જો મેં કુરાનને કોઈ પર્વત પર ઉતાર્યું હોત, તો તમે જોશો કે તે અલ્લાહના ડરથી ફાટવા માડશે  અને અમે આ વાતો લોકોને કહીએ છીએ કે જેથી તેઓ વિચારી શકે.]  (સુરાહ-અલ-હાશર,આયત - 21)

માણસો આવા મહાન કુરાનનો આદર કરતા ન હતા, તેથી પયગમ્બર ફરિયાદ કરશે,

જેને કુરઆન માં આવી રીતે વર્ણન કર્યું છે👇👇👇

[રસુલ કહેશે," હે રબ!  ચોક્કસપણે મારી જાતિના લોકોએ આ કુરાન છોડી દીધી છે.  "» (સુરા - 25, અલ-ફુરકાન, શ્લોક - 30)]

     🌍 કુરાન દરેક માટે 🌎

કુરાનની સૌથી અગત્યની વિશેષતા એ છે કે તેનો ઉપદેશો સમગ્ર વિશ્વનાં મનુષ્ય માટે છે. 
એટલા માટે કુરાને વારંવાર  સંબોધિત કર્યું છે

            👇સંબોધન👇
{"ઓ લોકો", "ઓ માણસો" 】

ઉદાહરણ તરીકે કુરઆન ની નીચે ની બે આયતો👇👇👇

[ઓ લોકો! પોતાના રબ ની ઉપાસના કરો જેણે તમને અને તમારા થી પેહલા ના લોકોને પેદા કર્યા. તેથી તમે તેની યાતના થી બચી શકો. »(સુરા - 2, અલ-બકરા, આ.21)]

[ઓ મનુષ્ય! કેવી વસ્તુ એ તમને પોતાના ઉદાર રબ ના વિષે ધોકા માં રાખ્યાં છે
(સૂરા-82.આયત-6)]

આ સમયે વિશ્વનો આ એકમાત્ર ધર્મગ્રંથ છે, જે પુરી માનવજાતિને સંબોધન કરે છે કે તેની શિક્ષાઓ અને ઉપદેશોને અપનાવવામા અને તેનું પાલન કરવા માટે સમગ્ર માનવ જાતિને સંબોધિત કરે છે. 

તેથી, તે કહેવું ખોટું છે કે આ કોઈ ચોક્કસ જાતિનું ધાર્મિક પુસ્તક છે.

 આ દરેક વ્યક્તિ માટે એક ધાર્મિક પુસ્તક છે જેને દરેકે સ્વીકારી લેવું જોઈએ

 કુરાનમાં, અલ્લાહે સ્પષ્ટપણે કહ્યું છે👉[(ઓ મુહમ્મદ), અમે તો તમને બધા માણસોને સારી માહિતી અને ચેતવણી આપીને મોકલ્યા છે, પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી.  »(સુરા - 34, આયત - 28)]

 પવિત્ર કુરાન ની શુભસૂચનાઓ તેના માટે આપે છે જે એના આદેશોનું પાલન કરે છે અને તેના માટે ચેતવણી છે જે કુરાન ના આદેશો ને અસ્વીકારે છે અને આ કેહવું ખોટું છે કે કુરઆન સાથે મારો શું સંબધ

આ એવા લોકો છે જે કુરાનની વાસ્તવિકતાને સમજી શકતા નથી,

તેથી પરલોકમાં તેમના માટે યાતના જ છે,

અને જે તેને પ્રાપ્ત કરે છે તેમના માટે સ્વર્ગ અને તેની નેઅમતો.

કિતાબ:- કુર્આન મજીદ કી ઈન્સાઇક્લોપિડીયા
લેખક:- પ્રો.ડો.મુહમ્મદ જિયાઉરહમાન આજમી (મદીના મુન્વ્વરા)
ચેપ્ટર:-કુરઆન, પૅઝ ન.195


ભુલચુક માટે ઍડમીન ને વૉટ્સઅપ કરો સલાહ સુચન આવકાર્ય
 મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇





Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92