PART:-04

અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહફાતેહા

આયતો પઢવાની શરૂ કરતાં પેહલા જરૂરી સૂચનાઓ


કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

👇કુરઆનનીઆયાતોશરૂ👇
📖📖📖📖📖📖📖📖📖

مٰلِکِ یَوۡمِ الدِّیۡنِ ؕ﴿۳﴾
માલિકી-યવ્મ-મિદ્દિન

બદલા (ન્યાય) ના દિવસનો માલિક છે.
➖➖➖➖➖➖➖➖➖
اِیَّاکَ نَعۡبُدُ وَ اِیَّاکَ نَسۡتَعِیۡنُ
ઇય્યાક્-નઅ્બોદુ વ ઈય્યાક્-નસ્તઈન

અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસેથી સહાય માગીએ છીએ.
➖➖➖➖➖➖➖➖➖
اِہۡدِ نَا الصِّرَاطَ الۡمُسۡتَقِیۡمَ ۙ﴿۵﴾
ઈહ્દીનસ્સ-સિરાતલ-મુસ્તકીમ

અમને સીધો માર્ગ બતાવ.
➖➖➖➖➖➖➖➖➖
📖📖📖📖📖📖📖📖📖

   @તફસીર(સમજૂતી)@

1). માલિકી શબ્દ અમુક કારીઓ લામ અને કાફ નીચે ઝેર લગાવી ને તિલાવત કરે છે જયારે અમુક કારીઓ કાફ પર ઝબર લગાવી ને તિલાવત કરે છે પણ બન્ને શબ્દ માં અર્થ ના બદલાય તે મહત્તવનુ છે

માલિક કે જેની મિલ્કિયત હોય તમામ જહાનો(બ્રહ્માંડો) પર

દિન એટલે દિવસ અહીંયા એક ખાસ દિવસ નો ઉલ્લેખ કરવામાં આવે છે તે દિવસ કયામત નો છે જેની સાથે "બદલો" શબ્દ સંકળાયેલો છે

બદલો અરબી શબ્દ જેનો અર્થ ન્યાય કરવાનો છે તે દિવસે સારા માણસ ને બે હિસાબ ઈનામ અને પાપી ને બરાબર સજા મળશે કોઈ ની સાથે એક કર્ણ બરાબર અન્યાય નહીં થાય   

َ 2). ઇય્યાક્ એટલે ફક્ત તારી જ,
નઅ-બ્દુ એટલે અમે ઈબાદત કરીએ છે
અહીંયા બિલકુલ સાફ કહી દીધું કે ઈબાદત ફક્ત અલ્લાહ ની જ તેના સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી

વઈય્યાક એટલે ફકત તારાથી જ, ન-સ્તઈન એટલે મદદ માગવી,
આનાથી સાબિત થાય છે કે અલ્લાહ સિવાય કોઈ મદદ ના કરી શકે આમાં અલ્લાહ એ એકદમ સાફ કહી દીધું કે મદદ ફકત મારી જ પાસે માગો માટે તેના બંદાઓ એ ફકત અલ્લાહ પાસે જ મદદ માગવી

3). ઈહ્-દિનાહ:- હિદાયત આપ, સિરાતે:-રસ્તો, મુસ્તકીમ:-સીધો,

સીધા રસ્તા પર ચાલવા માટે આજીજી કરવી એવો રસ્તો જેના પર ચાલવાથી લોક અને પરલોક બન્ને માં સફળતા મળે.


નોંધ:- ગુજરાતી ઉચ્ચારણમાં વ્યાકરણ ના લીધે કોઈ પણ ભુલ હોય જેનાથી અર્થ બદલાતો હોય ઍડમીન ને વૉટ્સઅપ કરે

મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇














Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92