સુરહ અલ્ અઅ્-રાફ 52,53
PART:-477 ~~~~~~~~ •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• આજની આયાતના વિષય ~~~~~~~~~~~~~~ (૧). હિદાયતવાળી કિતાબ (૨). અંતિમ પરિણામ નજરોની સામે •┈┈┈┈••✦✿✦••┈┈┈┈• [ પારા નંબર:- 08 ] [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ] [ આયત નં.:- 52,53 ] ======================= اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ======================= وَلَقَدۡ جِئۡنٰهُمۡ بِكِتٰبٍ فَصَّلۡنٰهُ عَلٰى عِلۡمٍ هُدًى وَّرَحۡمَةً لِّـقَوۡمٍ يُّؤۡمِنُوۡنَ(52) (52). અને અમે તેમના પાસે એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે જે હિદાયત અને કૃપા છે તેમના માટે જેઓ ઈમાન ધરાવે છે. તફસીર(સમજૂતી):- •••••••••••••••••••••••• આ વાત અલ્લાહ તઆલાએ જહન્નમીઓ ને ખિતાબ કરીને કહી છે કે અમે તો એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી...