સુરહ અલ્ અઅ્-રાફ 52,53

 PART:-477

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

    

  (૧). હિદાયતવાળી કિતાબ

  

(૨). અંતિમ પરિણામ નજરોની સામે

      

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 52,53 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَلَقَدۡ جِئۡنٰهُمۡ بِكِتٰبٍ فَصَّلۡنٰهُ عَلٰى عِلۡمٍ هُدًى وَّرَحۡمَةً لِّـقَوۡمٍ يُّؤۡمِنُوۡنَ‏(52)


(52). અને અમે તેમના પાસે એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે જે હિદાયત અને કૃપા છે તેમના માટે જેઓ ઈમાન ધરાવે છે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આ વાત અલ્લાહ તઆલાએ જહન્નમીઓ ને ખિતાબ કરીને કહી છે કે અમે તો એક કિતાબ ઈલ્મ આધારિત વિસ્તૃત વર્ણન સાથે મોકલી દીધી છે જે હિદાયત અને કૃપા છે. પરંતુ તેઓએ આનાથી ફાયદો ન ઉઠાવ્યો તો તેમની બદ-કિસ્મતી, બલ્કે જે લોકો આ કિતાબ પર ઈમાન લાવ્યા તેઓએ હિદાયત મેળવી લીધી અને રેહમતે ઈલાહી થી ફૈઝયાબ થઈ ગયા.


અમે તો ફરમાવી દીધું કે "જ્યાં સુધી અમે રસૂલ મોકલીને હુજ્જત લાગું નથી કરી દેતાં ત્યાં સુધી અમે અઝાબ નથી મોકલતા" (સુરહ બની ઈસરાઈલ આયત નં-૧૫)

=======================


هَلۡ يَنۡظُرُوۡنَ اِلَّا تَاۡوِيۡلَهٗ‌ؕ يَوۡمَ يَاۡتِىۡ تَاۡوِيۡلُهٗ يَقُوۡلُ الَّذِيۡنَ نَسُوۡهُ مِنۡ قَبۡلُ قَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِالۡحَـقِّ‌ۚ فَهَلْ لَّـنَا مِنۡ شُفَعَآءَ فَيَشۡفَعُوۡا لَـنَاۤ اَوۡ نُرَدُّ فَنَعۡمَلَ غَيۡرَ الَّذِىۡ كُنَّا نَـعۡمَلُ‌ؕ قَدۡ خَسِرُوۡۤا اَنۡفُسَهُمۡ وَضَلَّ عَنۡهُمۡ مَّا كَانُوۡا يَفۡتَرُوۡنَ(53)


(53). શું આ લોકો આના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે?' જે દિવસે આનું અંતિમ પરિણામ આવી જશે, તો જે લોકો તેને પહેલા ભૂલાવી બેઠા હતા તેઓ કહેશે કે, “અમારા રબના રસૂલ સત્ય લઈને આવ્યા.” તો શું કોઈ અમારો ભલામણ કર્તા (સિફારીશી) છે જે અમારા માટે ભલામણ કરે? અથવા અમને બીજીવાર (દુનિયામાં) મોકલવામાં આવે, તો તેના સિવાય અમલ કરીએ જે કરતા રહ્યા, તેમણે પોતાને નુકસાનમાં નાખી દીધા અને જે વાતો ઘડતા રહ્યા તે તેમનાથી ખોવાઈ ગઈ.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


તાવીલનો અર્થ કોઈ વસ્તુની હકીકત અથવા પરિણામ, એટલે કે અલ્લાહની કિતાબ વડે વચન, ચેતવણી અને જન્નત તથા જહન્નમનું વર્ણન કરી દીધુ હતું, પરંતુ તેઓ આ દુનિયાનું પરિણામ પોતાની આંખોથી જોવા માટે આતુર હતા તો હવે તે પરિણામ તેમના સામે આવી ગયું.


એટલે કે જે અંજામ ના તેઓ મુન્તઝીર હતાં તેને આખો સામે જોઈ લીધાં પછી રસૂલ અને રસૂલ દ્ધારા મોકલેલ કિતાબને સત્ય માનશે અને બીજીવાર દુનિયામાં જવાની આરઝૂ કરશે અને કોઈ ભલામણ કરવાવાળાની તલાશ કરશે, પરંતુ આ બધું બેફાયદા નિવડશે, અને તેમના એ મઅબૂદો પણ ગુમ હશે જેની દુનિયામાં તેઓ પૂજા કરતા હતા. તેમને ન તો મદદ મળશે, કે ન તો જહન્નમથી છુટકારો મળશે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92