Posts

Showing posts from April 11, 2020

સુરહ આલે ઈમરાન 83,84

PART:-192          (Quran-Section)       (3)સુરહ આલે ઈમરાન         આયત નં.:-83,84                       ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) ☘☘☘☘☘☘☘☘☘☘☘ اَفَغَيۡرَ دِيۡنِ اللّٰهِ يَبۡغُوۡنَ وَلَهٗۤ اَسۡلَمَ مَنۡ فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ طَوۡعًا وَّكَرۡهًا وَّاِلَيۡهِ يُرۡجَعُوۡنَ(83) 83).શું તેઓ અલ્લાહ (તઆલા)ના ધર્મ સિવાય કોઈ બીજા ધર્મની શોધમાં છે? જયારે કે બધા આકાશોવાળા અને ધરતીવાળા અલ્લાહ (તઆલા)ના ફરમાબરદાર છે, ખુશીથી હોય તો અને નાખુશીથી હોય તો, બધાને તેના તરફ પાછા ફેરવવામાં આવશે. તફસીર(સમજુતી):- જ્યારે ધરતી અને આકાશની કોઈ વસ્તુ અલ્લાહ તઆલાની કુદરત અને તાકાતની બહાર નથી ચાહે ખુશીથી અથવા નાખુશીથી, તો તમે તેની સામે માથુ ઝુકાવવાથી (અથવા ઈસ્લામ કબૂલ કરવાથી) ક્યાં ભાગી રહ્યા છો? આગળની આયતમાં ઈમાન લાવવાની રીત બતાવીને ફરી કહેવામાં આવી રહ્યું છે કે દરેક નબીએ દરેક આસમાની કિતાબ પર કોઈ પણ પ્રકારના મતભેદ વગર ઈમાન લાવવું જરૂરી છે. પછી કહેવામાં આવી રહ્યું છે કે ઈસ્લામ ધર્મ સિવાય બીજો ધર્મ કબૂલ થશે